હાઇકુ (૨)

October 9th, 2009

૧.

અંગ સંકોરી
પોઢયું છે પતંગિયું
પુષ્પપલંગે

૨.

કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી

૩.

કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં

૪.

જીરવવાને
પતંગિયાનો ભાર-
નમતું ઘાસ

૫.

ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ

One Response to “હાઇકુ (૨)”

  1. Babul -Faruque Ghanchion 13 Oct 2009 at 8:20 pm

    ફળિયામા પથરાયેલા પગલાની છાપ તુલસીના કૂંડે સુકવતુ આ હાઈકુ ખુબ ગમ્યુ.

Trackback URI | Comments RSS

Leave a Reply