હાઇકુ (૪)

November 19th, 2009

૧.

આગને ઠારે
જળ, કોણ ઠારતું
જળની આગ?

૨.

કડડભૂસ
તૂટયા પ્રીત-કાંગરા-
બચી ગૈ ક્ષણો

૩.

કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો.
ખાલી બાંકડો

૪.

છાબડીમાંનાં
પારિજાત, વીણેલાં
પરોઢ ગીતો

૫.

ઘેરી રાતનો
અંધકાર કપાયો
સૂર્યકાતરે

7 Responses to “હાઇકુ (૪)”

  1. Pancham Shuklaon 19 Nov 2009 at 11:50 pm

    પાંચે પાંચ હાઈકુ મઝાના છે.

  2. Pinkion 20 Nov 2009 at 1:18 pm

    સ….રસ !!

  3. kanchankumari parmaron 21 Nov 2009 at 9:26 am

    દરિયે લાગ્યો દવ નિ ર બિચારા શું કરે?

  4. kanchankumari parmaron 21 Nov 2009 at 9:33 am

    કરમાયા ફુલો પણ સુગ્ંધ છાબડિ નિ તરોતાજા…..

  5. rekhasindhalon 30 Nov 2009 at 12:41 pm

    ઘેરી રાતનો
    અંધકાર કપાયો
    સૂર્યકાતરે

    મજાના હાયકુ !

    આપનુઁ ઈ મેઈલ એડ્રેસ મોકલશો?

    – રેખા સિઁધલ

  6. himanshu patelon 04 Dec 2009 at 1:42 am

    સરસ છે ૫ હાયકુ.
    મળો મને@
    http;//himanshupatel555.wordpress.com
    આભાર હિમાન્શુ

  7. pravina Avinashon 24 Dec 2009 at 2:02 am

    સુંદર હાઈકુ
    ટુંકા અર્થ સભર
    વાંચી માણ્યા

Trackback URI | Comments RSS

Leave a Reply