હાઈકુ (૬)

December 24th, 2009

૧.

અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે

૨.

આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

૩.

ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં

૪.

ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં

૫.

કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી

2 Responses to “હાઈકુ (૬)”

  1. Chiragon 24 Dec 2009 at 2:19 pm

    દરેકે દરેક હાઈકુ પ્રકૃતીનું એક નવું અંગ છતું કરતાં દેખાય છે. બહુ જ માણવાલાયક.

  2. kanchankumari parmaron 24 Dec 2009 at 4:12 pm

    રુંવે રુંવે પ્રગટ્યા દિવા ..યાદો ના અજવાળે…

Trackback URI | Comments RSS

Leave a Reply