હાઇકુ (૭)

February 14th, 2010

૧.

ઝલમલતી
કિરણ માછલીઓ
નિષ્કંપ જળે

૨.

ડમરી ઊડે
સંધ્યાકાળે, ઉદાસ
ક્ષણ ધણની

૩.

ડર મૃત્યુનો
ના, કાવ્યબાહુપાશ
છૂટી જવાનો

૪.

તારા ઊઠતા
કંપી ઊઠયાં, ગભરુ
શાંત કંકણો

૫.

ના પકડાતી..
છટકતી હરણી-
એવી તો સ્મૃતિ

4 Responses to “હાઇકુ (૭)”

 1. Pancham Shuklaon 24 Feb 2010 at 8:29 pm

  સરસ હાઈકુઓ.

 2. હેમંત પુણેકરon 27 Feb 2010 at 9:52 am

  સુંદર હાઈકુ!
  પહેલા, ચોથા અને પાંચમાં હાઈકુમાં ચિત્ર ખૂબ ઝડપથી ઊભુ થઈ જાય છે તેથી એમની ચોટ વધુ આવે છે.

 3. વિવેક ટેલરon 08 Mar 2010 at 1:57 pm

  સુંદર હાઈકુઓ.,.. મજા આવી

 4. ઊર્મિon 10 Mar 2010 at 3:34 pm

  મજાના હાઈકુઓ… ચોથુ તો ખૂબ જ ગમ્યું.

Trackback URI | Comments RSS

Leave a Reply