અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે -પન્ના નાયક

March 3rd, 2009

mira47-sml-sharp

અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

* આ ગીત વિદેશિની કાવ્યસંગ્રહમાં નથી… ત્યાર પછી લખાયું છે, અને  વિદેશિની સંગીત-સીડીમાં આપણી છોટે ઉસ્તાદ ઐશ્ચર્યાનાં મધુર કંઠમાં સ્વરબદ્ધ પણ થયું છે.

Trackback URI | Comments RSS

Leave a Reply