ચંદ્રની અસર

April 27th, 2010

વૃક્ષનાં  પર્ણ   સૌ   સૂર્યમાં   ઝળહળે
વહી વહી આ નદી સમુદ્રમાં  જઈ મળે
હું તને જોઈ રહું પળે પળે  સ્થળે સ્થળે
નગરનો આ દીવો   શાંતિથી  પ્રજ્વળે.

ગુંજતા   ભ્રમરથી   ફૂલ  આ સળવળે
ફૂલની   સુગંધ   તો  લ્હેરખીમાં  ભળે
દ્દશ્ય-અદ્દશ્યની      રાસલીલા   તળે
અખંડ આ વિશ્વ તો –

ચંદ્રની  અસરમાં  શાંત  થઈ  ઊછળે
.                  શાંત  થઈ  ઊછળે
.                  શાંત  થઈ  ઊછળે

2 Responses to “ચંદ્રની અસર”

  1. "માનવ"on 27 Apr 2010 at 4:43 am

    ખુબ જ સરસ….

  2. pragnajuon 27 Apr 2010 at 6:07 pm

    ગુંજતા ભ્રમરથી ફૂલ આ સળવળે
    ફૂલની સુગંધ તો લ્હેરખીમાં ભળે
    દ્દશ્ય-અદ્દશ્યની રાસલીલા તળે
    અખંડ આ વિશ્વ તો –
    ચંદ્રની અસરમાં શાંત થઈ ઊછળે
    વૈજ્ઞાનિકો પણ આવી રાસલીલાને સમર્થન આપે છે.‘પુરુષ સુકતમાં ‘ચંદ્રમાં મનસા જાત:’ એવું વાકય છે તે કહે છે કે ‘મનનો અધિષ્ઠાતા દેવ ચંદ્ર છે. મનના તરંગો અને વિચારોને ચંદ્રની કળા સાથે સીધો સંબંધ છે…’મનોવિજ્ઞાની ડો.ઈવાન કેલીથી માંડીને કવિ શેલી સુધીનાએ પોતાનાં નિરીક્ષણો લખ્યાં છે આ બધા લેખકો કહે છે કે ચંદ્ર સોળ કળાએ ખીલ્યો હોય ત્યારે લોકોમાં થોડું પાગલપણ આવે છે.અંગ્રેજીમાં ગાંડાને લ્યુનેટિક કહે છે. લેટિન શબ્દ લ્યુનર પરથી ચંદ્રનું આ નામ છે. કોઈ ચક્રમ બન્યો હોય તેને મૂનસ્ટ્રક પણ કહે છે. અવકાશ વિજ્ઞાનીઓ કે મનોવિજ્ઞાનીઓ તો માને છે કે ચંદ્રની માનવના મૂડ ઉપર વિપરીત અસર થાય છે કવિ વિધાપતિની ચંદ્રને લગતી મૈથીલી કવિતાનો અંગ્રેજી અનુવાદ અંગ્રેજ કવિ એડવર્ડ ડીમોકે કર્યોછે. કવિ વિધાપતિ કહે છે કે ‘આજે પૂર્ણ ચંદ્રની કળા મારા જીવનમાં ખીલી છે. ભલે આજે કોયલો કુંજન કરે-કરવા દો ભલે આજે કામદેવ મને તેના પાંચ પાંચ બાણ મારે. તે બાણ પૂિર્ણમાને દિવસે ૫૦૦૦ થઈ જશે… બાણ મારવા દો. ભલે થઈ જાય.

Trackback URI | Comments RSS

Leave a Reply