બગીચો (પન્નાનાયક.કૉમની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે)

March 10th, 2010

ઊર્મિ અને જયશ્રી ની અણમૂલી ભેટ પન્નાનાયક.કૉમ વેબસાઈટ હજી આજે જ મળી હોય એમ લાગે છે. હકીકતમાં તો માર્ચની પાંચમીએ બરાબર એક વર્ષ થઈ ગયું. આ વેબસાઈટ માટે એમનો આભાર માનું તો એમને ન ગમે અને આભાર ન માનું તો મને ન ગમે. એમના મબલક સ્નેહ અને પ્રીતિ પામીને નરી પ્રસન્નતા અનુભવી છે.

ઊર્મિ અને જયશ્રીએ રંગોત્સવ અને વસંતોત્સવ ઉજવ્યા અને મારા મનમાં પણ  રંગ અને વસંતની એક ઋતુ મહોરી રહી છે. મારું ગીત હોય અને, મોટે ભાગે, ઉપવન, ફૂલ, પતંગિયું, ઘાસ વગેરે ન હોય એવું ન બને.  આજે આ વેબસાઈટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તમારી સમક્ષ બગીચાનું એક લીલુંછમ્મ અને નવુંનક્કોર ગીત રજૂ કરું છું.

– બગીચો –

એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર

લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં  મુલાયમ
કબીર  થઈને  કાળ  વણે છે  રંગરંગના  તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં  આંખ  જુએ  છે  હરિવરનો   અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

14 Responses to “બગીચો (પન્નાનાયક.કૉમની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે)”

  1. ઊર્મિon 10 Mar 2010 at 3:41 am

    માનવામાં નથી આવતું એક વર્ષ પૂરું પણ થઈ ગયું… જાણે કાલે જ તો સાઈટ બનાવી હતી. આ એક વર્ષમાં તો તમે ઘણું બધું શીખી ગયા છો, પણ હજી ઘણું બાકીય છે હોં આંટી…!

    ‘વિદેશીની’ની પ્રથમ વર્ષગાંઠ પર તમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ… એકદમ દિલસે…!

  2. Jayshreeon 10 Mar 2010 at 3:47 am

    Happy Birthday to વિદેશિની, Aunty..!
    દીકરીઓ માનો છો અમને તો આભાર શાનો?

    મઝાનું ગીત..

    રંગરંગમાં આંખ જુએ છે હરિવરનો અવતાર
    એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

  3. ઊર્મિon 10 Mar 2010 at 3:58 am

    તમારા નવાનક્કોર ગીત વિશે લખવાનું તો રહી જ ગયું…

    આ રંગબેરંગી બગીચો મને તો ખૂબ જ ગમી ગયો… સ-રસ મજાનું ગીત… સમગ્ર ગીતમાં સાવ સહજ ઉલ્લાસ પ્રગટે છે, જે આમ તો સહેજ પણ સહજ નથી હોતું…

  4. Pancham shuklaon 10 Mar 2010 at 3:54 pm

    Happy birthday to this website. Number of times, I have visited and enjoyed the intensity of natural poetry.

    ‘એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર’ સંદર્ભે આંતર-બાહ્ય વિશ્વનો પટ અને ગહન વિહાર આંદોલિત કરી જાય છે.

  5. […] પ્રસંગે માણો એમનું એક નવુંનક્કોર ગીત, બગીચો…  એમની વેબસાઈટ પન્નાનાયક.કૉમ […]

  6. મીના છેડાon 11 Mar 2010 at 2:25 am

    પ્રિય પન્નાબહેન,

    સ્નેહાભિનંદન ….

  7. Pinkion 11 Mar 2010 at 3:59 am

    પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન…

    સરસ ગીત !

  8. Ramesh Patelon 11 Mar 2010 at 4:45 am

    પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા.

    હૃદયમાં રમતી ઊર્મીઓને એટલા જ ભાવથી

    અને કસબથી ગૂંથતી આપની રચનાઓ

    માણવી એ અહોભાગ્ય છે.

    બગીચાની બહારની અને અંદરની સમૃધ્ધીને

    આપે સરસ રીતે મઢી દીધી છે.

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)
    પ્રિય પન્નાબહેન,
    વિનંતી….

    ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  9. વિવેક ટેલરon 11 Mar 2010 at 6:51 am

    વેબ સાઇટની પ્રથમ વર્ષગાંઠ મુબારક હો !!

    સુંદર મજાનું ગીત… માણવું ગમ્યું…

  10. Neelaon 11 Mar 2010 at 1:30 pm

    પ્રિય પન્નાબહેન, ખુબ ખુબ અભિનંદન! “બગીચો” ઘણું જ મજાનું છે અને ખુબ ગમ્યું.

  11. kanchankumari parmaron 13 Mar 2010 at 10:39 am

    મઘમઘ તો મોગ્ રો મહેકે અં તર મહાય……..ફાટ્ફાટ કેસુડા ના ર્ંગે ભિંજે યોવન અફાટ …ર્ંગર્ંગ વાદળીયો મા બસ તારો અભિસાર…..

  12. Nirajon 17 Mar 2010 at 12:11 pm

    belated happy birthday… very nice geet… ખુબ ખુબ અભિનંદન..

  13. ધવલon 27 Mar 2010 at 1:30 am

    હું અભિનંદન પાઠવવાનું ચૂકી ગયેલો …. તે મોડા મોડા આજે ! મજાનું ગીત !

  14. Dharaon 08 May 2010 at 8:16 am

    મને આપની વેબસાઈટ અને ગીતો બહુ ગમ્યાં.

Trackback URI | Comments RSS

Leave a Reply