સાંધણ

June 9th, 2012

નાની હતી

ત્યારે

રમતાં રમતાં

ફ્રોક ફાટી જાય

તો દોડીને

બા પાસે લઈ જાઉં:

‘જરા, સાંધી આપોને.’

‘તું ક્યારે શીખીશ સાંધતાં?’

‘લે, સોયમાં દોરો પરોવી આપ.’

હું દોરો પરોવી આપતી.

બા ફટાફટ ફ્રોક સાંધી આપતાં.

મારી ફ્રોક પહેરવાની ઉંમરને વરસો વહી ગયાં.

અને

બા પણ હવે નથી રહ્યાં.

 

હવે

ઘણું બધું ફાટી ગયું છે.

સોય-દોરો સામે છે.

ચશ્માં પહેરેલાં છે

પણ દોરો પરોવાતો નથી.

 

કોણ જાણે ક્યારે

સાંધી શકાશે

આ બધું?

 

 

 

One Response to “સાંધણ”

  1. Daxesh Contractoron 13 Apr 2013 at 1:02 am

    કોણ જાણે ક્યારે
    સાંધી શકાશે
    આ બધું?
    .. very emotional … બાની સ્મૃતિ તમારી કલમને અને વાચકની સંવેદના – બંનેને ધાર કાઢી આપે છે.

Trackback URI | Comments RSS

Leave a Reply