“લાવો તમારો હાથ”

September 17th, 2009

હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..

શીર્ષક નિરંજન ભગતના કાવ્યમાંથી

2 Responses to ““લાવો તમારો હાથ””

  1. Babul -Faruque Ghanchion 21 Sep 2009 at 11:07 am

    આ રચનામા ઠસોઠસ સંવેદનો ભર્યા છે આપે પન્નાબહેન! લંબાવેલા હાથ સામે બંધ મુઠ્ઠીમાં કઇ ઋતુ છે એનાથી ખુલ્લી હથેળીમં ટહુકતા ગુલાબી પંખીઓને શું ફેર? અને શું કામ ફેર હોય પણ ? એ ખુમારીની જનેતા છે જતનથી – માવજતથી પોષેલ પ્રીત – અનુસંધાને ચંદ્રલેખા! …. આ સુંદર રચન ખૂબ ગમી.

  2. kanchankumari parmaron 28 Sep 2009 at 7:39 pm

    લંબાવિ હાથ મારા ઉશ્માઓ ભરિ દિધિ તમારિ બંધ મુઠિ મા ને હવે શોધુ હું મનના બગિચા મા…..

Trackback URI | Comments RSS

Leave a Reply