મારા વિશે

March 2nd, 2009

panna_naik_pic11

ફિલાડેલ્ફિયા-પેન્સિલવેનિયા, અમેરિકા

મારી કવિતાના વાચકને…

ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે-
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માંગુ છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું પ્રથમ આકાશ પાર કરી ગઈ હોઈશ.

-પન્ના નાયક

*

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”

“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

પન્ના નાયક – સારસ્વત પ્રોફાઇલ

*

વિદેશિની એ અત્યાર સુધીનાં (હવે લગભગ અપ્રાપ્ય એવા) પાંચ કાવ્યસંગ્રહોને સમાવી લેતો એક સમગ્ર કાવ્યસંગ્રહ છે.  પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ અને આવજાવન એટલે વિદેશિની.

  • Comments(48)

48 Responses to “મારા વિશે”

  1. Pinkion 04 Mar 2009 at 1:27 am

    hiii …….. nice urmi,

    and thanks a loooooooot

    it’s like to see her personally

    nice gift on women’s day !!!!!!

  2. Pinkion 04 Mar 2009 at 7:34 am

    Hello aunty,

    welcome to gujarati blog world !!

  3. ઊર્મિon 06 Mar 2009 at 1:25 am

    હવે officially, ગુજરાતી વેબ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત આંટી…! 🙂
    આશા છે કે હવે તમારી નવી નક્કોર કવિતાઓ પણ અહીં માણવા મળશે.

    પોતાની સાઈટ માટે મબલખ મબલખ હાર્દિક હાર્દિક શુભ શુભ શુભેચ્છાઓ.

  4. Vijay Shahon 06 Mar 2009 at 1:37 am

    મુ. પન્ના બેન્

    બ્લોગ જગતમાં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.
    તમારી હાજરી અમને સૌને સર્જનમા નવી રાહ ચીંધશે
    નવા સર્જનો હવે ત્વરીત જોવા મળશે
    પોતાની સાઈટ માટે હાર્દિક શુભેચ્છાઓ.

  5. ધવલon 06 Mar 2009 at 2:50 am

    આ કવિતાઓ તો ગુજરાતી કવિતાનો એક ખાસ મુકામ છે… તમારી વેબસાઈટથી ગુજરાતીને વેબ પર મૂકવાની પ્રવૃત્તિને વધુ વેગ મળશે.

  6. જયon 06 Mar 2009 at 5:59 am

    અહીં ફીલાડેલ્ફીઆમાં મારી ડ્રેક્ષેલ યુનિવર્સિટીની પાસે જ યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિઆ આવેલી છે. એની લાયબ્રેરીમાં ગુજરાતી અને ભારતીય સાહિત્યનું ઘણું મોટું સેકશન આવેલું છે. પન્નાબેન નાયક અહીં જ કામ કરતાં ત્યારે એમણે ખુબ મહેનતે ગુજરાતી સાહિત્ય ને વિક્સાવેલું. અહીં ભણવા આવ્યો ત્યારથી એ લાયબ્રેરી મારી પરમ મિત્ર બની ગયેલી. મારા જેવાં સાહિત્યનાં જીવડાં માટે એ મૈત્રી અમૃતસમી પુરવાર થઈ છે. સંસ્કૃત સાહિત્ય, ગાંધીજીએ લખેલાં પુસ્તકો, ભારતની આઝાદી ની લડત વખતનાં પુસ્તકો પણ આ પુસ્તકાલયમાં છે. સાહિત્યનું રસ-પાન અહીંથી શરું થયેલું. મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ફરી જાગ્રુત થયો પન્નાબેનને લીધે જ..એમણે વસાવેલા પુસ્તકો લાયબ્રેરીમાંથી લઈ આવીને…. જય

  7. Mehul Shahon 06 Mar 2009 at 6:07 am

    One word … ” Thank you !”

  8. Devang Shahon 06 Mar 2009 at 6:53 am

    Excellent. It proves ” GUJARAT is where a single Gujarati resides”
    Thanks.

  9. dilip gajjaron 06 Mar 2009 at 10:34 am

    ઊર્મિએ આપની સાઈટ મોકલી..વધુ નિરાતે વાંચીશ…આપની કવિતઆઓ કાવ્યસૃસ્ટીમાં વાંચી

  10. SVon 06 Mar 2009 at 10:49 am

    It is sheer joy to see you on the digital world PannaBen.

    Thanks to Urmi for taking the effort and thanks to you for agreeing for your wider audience. Now you are just a click away from the world.

  11. Chirag Patelon 06 Mar 2009 at 1:24 pm

    નમસ્તે પન્નાબેન. તમે ઘણું જ સ્તુત્ય પગલું લીધું છે.

  12. Bharat Atoson 06 Mar 2009 at 1:39 pm

    પહેલા તો પન્ના આઁટી આપને નવી સાઈટ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.
    હવે આપના નવા નવા કવ્યો વાંચવા મળશે તે વિચારે મન ખુબ જ આનંદિત થઇ ગયું છે.
    આપના નવા આલ્બના ગીતો આપની સાઈટ પર માણ્યા.મન ને સ્પર્શી જાય તેવા ગીતો છે.
    હંમેશા આ રીતે અમને ગુજરાતી કાવ્યો પીરસતા રહેજો.
    અને ઉર્મિદીદી નો પણ આભાર માનીશ કે તેમણે મને આપની વેબ સાઈટની જાણકારી આપી.
    -ભરત.

    આપનું આ ગીત મને ખુબ જ પ્રિય છે.

    “તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
    ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું”

    શક્ય હોય તો સંગીતે મઢેલું આ ગીત આપની સાઈટ પર મુકજો ને!!

  13. પંચમ શુક્લon 06 Mar 2009 at 3:03 pm

    ગુજરાતી વેબ જગતને આ વેબ-સાઈટ ચોક્કસ નવું બળ આપશે. ડિજિટલ વિદેશિનીની સુંદર ઝલક- બહુ મજાની વેબ સાઈટ બની છે. ! આશા છે, આપની નવી-જૂની અનેક રચનાઓ અને એ રચનાઓ પરનો સ્વરાભિષેક અહીં માણવા મળશે.

  14. Neeta, Shaileshon 06 Mar 2009 at 6:12 pm

    વ્હાલા પન્નાબહેન,
    અભિનંદન
    નીતા , શૈલેશ

  15. Rajivon 07 Mar 2009 at 1:36 am

    આદરણીય પન્નાજી,

    ક્યારેય સ્વપ્નમા પણ વિચાર્યુ નહતુ કે તમને તમે વાંચી શકો તે રીતે કોઈ સંદેશ મોકલી શકીશ. આપના ઘણા કાવ્ય વાંચ્યા અને માણ્યા છે. આજે આ ઈન્ટનેટના માધ્યમ વડે તમને તમારા નવા સાહસ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા ખરેખર ખુબ જ આનંદ થાય છે. હું પણ કઈક લખવાનો ઘણી વખત પ્રયત્ન કરતો રહુ છું. સમય અને સંજોગ મળે તો આપ મારા બ્લોગની મુલાકાત લઈ શકો છો… મને આનંદ થશે…!

    bhaviraju.wordpress.com

    આભાર સહ
    રાજીવ (શબ્દ-સાગરના કિનારે…)

  16. bharat kanthariaon 09 Mar 2009 at 3:07 am

    Panna,
    Congratulation on your accomplishments. You have contributed to Gujarati literature enormously and importantly with excellence.
    I am just happy to have met you and known you since that much troubled journey by the Northwest flight to Mumbai……!!!!
    Best wishes,
    Bharat Kantharia

  17. Kanubhai Suchakon 10 Mar 2009 at 7:42 am

    વ્હાલા પન્નાબેન,
    સહ્રદયોના સતત સન્ગાથ માટે આથી સરસ સાધન બીજું કંઇ નથી. હવે પન્નાબેનને મળવાનું સરળ બની ગયું. દોરી વગર બંધાઇને તમે ઘેર ઘેર પહોંચશો.
    આનંદ અનહદની આ પળે અમારા ભાવભીના અભિનંદન.
    સસ્નેહ,
    કનુ-શીલુ

  18. rekha sindhalon 14 Mar 2009 at 11:51 pm

    આપને અહીં મળીને ઘણો આનંદ થયો. ફરી ફરી મળવાની આશા સહ….

  19. indravadan g vyason 25 Mar 2009 at 11:42 pm

    પન્નાજી,
    સલામ તમને અને તમારા કાવ્યજગત ને,
    આપની કવિતામાં મને ટિનેજર છોકરીની અલ્લડતા ભારોભાર ભાસે છે.આવું કહેવામા મારો
    વાંક કેમ કાઢી શકાય?તમારી કલમમાંથી એક પ્રકાર ની બગાવત,તોફાની ઝંઝાવાત અને
    મારકણી નઝાકત પ્રગટે છે.મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.
    તમારા ગદ્ય ને પણ મેં માંણ્યુ છે.ગદ્યમાં પણ કવિતા પાતાળ ગંગાની જેમ હેઠે વહે છે.
    મારા હાર્દિક અભિનંદન.

  20. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદon 29 Jun 2009 at 2:29 pm

    કેટલાંક નામો એવાં હોય છે કે એમની વેબસાઈટ હોવી જ જોઈએ.
    પન્નાબહેન નાઈક એક એવું નામ છે.
    ચાલો,વેબસાઈટની આ ખોટ પૂરી થઈ.

  21. urvashi parekhon 02 Jul 2009 at 11:08 pm

    આજે તમારી સાઈટ ની મુલાકાત થઈ.મને તમારા કાવ્યો ઘણા જ ગમે છે,
    હવે વાંચવા મળશે. આભાર..

  22. પન્નાબેન,
    સુંદર વેબસાઈટ માટે અભિનંદન. ગુજરાતી બ્લોગજગતમાં આપના જેવી શક્તિશાળી કલમનો ઉમેરો થવો એ જ બ્લોગજગતની વધતી લોકપ્રિયતાનો પુરાવો છે. ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે એક વધુ મધપૂડો બને એ આનંદની વાત છે. સુસ્વાગતમ.

  23. Neepraon 28 Aug 2009 at 7:21 pm

    પન્નાબેન, સુંદર વેબસાઈટ માટે હાર્દિક અભિનંદન.
    આશા છે, આપની અનેક રચનાઓ અહીં માણવા મળશે.

  24. kanchankumari parmaron 29 Sep 2009 at 9:40 am

    આભાર પ્ન્નાબહેન ; મને લાગે છે કે કોય તો મને સમઝે છે…..

  25. hareshon 26 Oct 2009 at 9:12 am

    medam
    namaskar
    aapeka mail eddress chahiye.maine sabscraip kiya tha lekin sarvar daoun bata raha hai.
    yah messeg aap padhakar muje mere meil mai aap sampark karana.
    aabhar.
    biju e k aapeni nari visheni kavita ghanisari lagi chhe.teno anuvad hu karva mangu chhu hindi ma. jo aap manjuri aapo to……
    dhanyavad

  26. ખુબ જ સરસ નાવીન્ય સાથે ઊંડા ચિંતન સાથે તાજગી અર્પતા આપણાં કાવ્યો, ગીતો અને ગઝલોનો હું હંમેંશા ચાહક રહ્યો છું. કોલેજકાળ દરમિયાન છેક ૧૯૯૪ થી હું તમને અને તમારી કૃતિઓને વાંચતો આવ્યો છું. તમે વેબ બ્લોગ બનાવતા મને તો જાણે સાહિત્યનો અને તેમાં પણ ગઝલોનો ખજાનો મળી ગયો!! તમારી સાઈટ ખુબ જ સુંદર છે….અભિનંદન!!

    મારા બે બ્લોગ છે. http://pravinshrimali.wordpress.com
    http://kalamprasadi.wordpress.com

    પ્રવિણ કે.શ્રીમાળી

  27. kanchankumari parmaron 03 Jan 2010 at 8:06 am

    બહેન શ્રિ પન્નાબેન ,મો ડે મોડે પણ આપના જન્મ દિન ઉપર અંતર થિ શુભ કામના. મારા જેવિ પાન્ખર ના ઉંબરે પહોંચેલિ ને આપનુ વળગણ કાયમ નુ રહે એજ મનોકામના….

  28. sanjeev mehtaon 04 Jan 2010 at 3:59 am

    પન્નબેન અમ્રેલિ ના ને દિલિપ સાગાનિ જેવા

  29. sanjeev mehtaon 08 Jan 2010 at 4:28 pm

    અમ્રેલિ ના દિલિપભૈ સન્ઘાનિ યાદ ક્કરે ચે sanjeev_mehta_2002@yahoo.com we wish to introduse 2 legend of amreli you and mr dilip sanghani (minister agricultura and youth leader)when u r in india please inform

  30. Hiral Vyas "Vasantiful"on 11 Jan 2010 at 12:37 pm

    ઉત્તરોઉત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

  31. kaminion 18 Feb 2010 at 8:15 am

    HI Pannaji,
    today i came to know that u r from Amreli …so nice to hear that..because i’m also from amreli..its nice to read and hear you on net.. it will my pleasure to be in touch with u..
    bye ..take care…
    kamini parikh

  32. jitendraon 23 Mar 2010 at 2:22 pm

    માનનિય પન્નાબેન્,

    મને એ-મેલ કરશો?

    ગુજરાતેી પ્રકાશનો મઁ તમારા કાવ્યો પ્રકાશિત કરાવવા માતે પુચ્હ્વા માતે-.

    જિઇતેન્દ્ર

  33. Meena Desaion 03 Apr 2010 at 6:09 pm

    મુ. પન્નાબેન,
    આપની સાથે લગભગ અને પરોક્ષ રિતે મળવાનો પ્રસંગ ૨૦૦૧ મા થયેલો. શ્રી સુરેશ દલાલ ને ત્યાં જાન્યુઆરી માં તમારો ફોન આવેલો ત્યારે અમે એમની સાથે બેઠાં હતાં. એને વિશે કોઇ ફરી વાર.
    હાલ તો આ વેબસાઈટ જોઈ ને ખુબ આનંદ થયો એ જ.

    બીજી વિનતી કે આપની સાથે ઇમેલ થી સંપર્ક કરવો હોય તો એ રસ્તો બતાવશો? ખાસ ખાનગી ન હોય પરંતુ બધું જ જાહેર માં ચર્ચાવવા ની હજી ટેવ પડી નથી.
    As a closet writer for more than half a century, I will move only slowly into this open universe, though I worked in the technical part of it for quite a while! Incidentally, I have lived in the US since 1969.

  34. આદરણીય પન્નાબહેન,

    ઈન્ટરનેટનો સૌથી મોટો ઉપકાર એ જ છે કે જેમની લેખિની આપણા મનોજગત પર રાજ કરતી હોય, અમીટ છાપ છોડી જતી હોય તેવા અનેક સર્જકોનો સંપર્ક આપણે સહજપણે સાધી શકીએ. આપની કવિતાઓ ઘણી વખત ઉર્મિસાગર અને ટહુકો પર માણી છે. અને આ વખતે અસ્મિતાપર્વ ૧૩ અંતર્ગત આપનો તથા આપની કૃતિઓનો વિશેષ પરીચય ખૂબ સુંદર રીતે થયો.

    આ સુંદર માધ્યમ આપની કલમને આમ જ સદાબહાર રીતે ફેલાવતું – વરસાવતું રહે તેવી અનેક શુભેચ્છાઓ સહ…

    પ્રતિભા – જીજ્ઞેશ અધ્યારૂ

  35. યશવંત ઠક્કરon 08 May 2010 at 4:59 am

    પન્નાબેન, અચાનક જ અહીં સુધી પહોંચી જવાયું છે. આપની હાજરી ગમી. ખૂબ ખૂબ આભાર.

  36. Gopika Jadejaon 19 May 2010 at 1:40 pm

    Dear Ma’am,

    Could you please give me an e-mail address where I could correspond with you. I have translated some of your poetry and would like to send them to you.

    I am also working on an anthology of poetry by Gujarati women and would like to request your help in it.

    Warm regards,

    Gopika

    PS: We met in Rajkot when you were reading at the Saurashtra university.

  37. MADHAV DESAIon 07 Jul 2010 at 10:06 pm

    Really great work..

    I just read frew of your posts as was going through some guj blogs…

    recently launched http://www.madhav.in
    its my blog

    please do visit it and your comment n suggestions are welcome..

    thxnk

  38. Jay Naikon 11 Aug 2010 at 4:14 pm

    આદરનિય પન્નાબેન,
    સ્વાગતમ.
    Welcome to world of Blogs.
    Regards,
    Jay

  39. thakorbhai patel canadaon 26 Nov 2010 at 3:04 pm

    પન્નાબેનને પ્યારભર્યા પ્રણામ

  40. deepa shahon 19 Jan 2011 at 2:26 am

    ઉ મુસ્ત બે ફિને!!!!૧
    ઇશિ ઈત્ત થા

  41. Mohan Vadgamaon 31 Jan 2011 at 5:58 am

    માનનિય પન્નાબેન,
    આપની વૅબ-સાઇટ જોઈને તથા આપના હાયકુ નો રસાસ્વાદ માણ્યા પછી – મેં રચેલા બે-ચાર હાયકુ આપને નજરે નાખવાની ઊત્કંનઠા થઈ. નિચે લખેલા અવતરણોમાં કાંઇ દમ છે કે? આશા રાખું આપ અભિપ્રાય આપશો.
    ૧. વસંત આવી
    ફૂલોયે તત્પર છે
    મહેકવા ને.
    ૨. કમળ ખિલ્યું
    તે ભ્રમર ને કેમ
    ખબર પડી?
    ૩. કદાચિત આ
    વાયરાયેજ વાત
    વહેતી કરી.
    ૪. સરોવર તો
    શાન્ત સુન્દર ધીર
    ને ધ્યાનસ્થ છે.

    ૫. મસ્તી કરે છે
    વાદળો ગગનમાં
    વીજ કડાકે.
    ૬. બને ગગને
    મેઘ ધનુષ એક
    વિસ્મય સાથે
    ——–
    ફરિથી વંદન – મોહન વડગામા

  42. રૂપેન પટેલon 07 Mar 2011 at 4:35 am

    પન્નાબહેન ૬ માર્ચ ૨૦૧૧ દિવ્યભાસ્કરની રવિવારની પૂર્તિમાં સાહિત્ય વિશેષ કોલમમાં ભોળાભાઈ પટેલે અમેરિકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકો પુસ્તકની ચર્ચા કરી છે . જેમાં આપના વિશે ટુંકમાં પણ સરસ જાણકારી અપાઈ છે તે બદલ આપને શુભેચ્છાઓ . આપની કવિતાઓની નોંધ પ્રિન્ટ મીડિયાએ લીધી તે જાણી આનંદ થયો .

  43. Atulon 26 Apr 2011 at 6:13 pm

    “સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?”
    “આપણાં સંપૂર્ણ અતુલનાદ ગુંજશે બ્રહ્માંડમાં”

  44. Bimal Bosmiaon 18 Dec 2011 at 6:32 pm

    Well written, bit surprised Iam listening Tahuko.com as well as your Poems time to time but Why never looked at your wonderful site. This is what I follow -Life is short, break the rules, forgive quickly, kiss slowly, love truly, laugh uncontrollably, and never regret anything that made you smile. Twenty years from now you will be more disappointed by the things you didn’t do than by the ones you did. So throw off the bowlines. Sail away from the safe harbor. Catch the trade winds in your sails. Explore. Dream. Discover and worked around the globe – show the world to children and parents- like Gypsy – Modern Vanzara !!! Many benifits but agree with your word – where is my home ???????????????????????????????????????????

  45. Rekha shukla(Chicago)on 22 Jan 2012 at 4:01 am

    જાન્યુઆરી માં 13 કવિતા મુકી છે આ વેબસાઈટ શરૂ કરવાનો ફક્ત એકજ હેતુ છે કે મારા હ્રદય-અંતરના ઉંડાણની પૂકાર રૂપે જે શબ્દો પાન પર વહે તેને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા અનેક વ્યક્તીઓને પ્રસાદી રૂપે વહેંચી શકું.તો, આશા છે કે તમો આ સાઈટ પર પધારશો…કંઈક વાંચશો અને તમારો પ્રતિભાવ આપશો. તમારૂ પહેલીવાર કે ફરીફરી પધારવું, એમાં જ મારે હૈયે આનંદ હશે…પધારશોને..???
    Please visit my blog and add your most valuable comments. http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com
    Can you please add my blog to other gujarati blogs. Thank you Pannaben for your kind support.

  46. Dr. Hitesh Vyason 09 Feb 2012 at 6:13 am

    આદરણીય પન્નાબેન ,
    સાહિત્યમાં મારું જ્ઞાન સીમિત છે. પરંતુ આપની કવિતાઓ હૃદયસ્પર્શી હોય છે એટલુંતો જરૂર કહીશ.
    શુભેચ્છાઓ સાથે …..
    ડો. હિતેશ વ્યાસ
    જામનગર

  47. kaushik mehtaon 01 Jul 2012 at 11:18 pm

    there is live wire in Pannaben poems.She write from the bottom of heart.We expect many more.Thanks.

  48. Vijay Dhariaon 14 Aug 2012 at 12:41 pm

    આદરણીય પન્નાબેન,

    ગઈ કાલે પ્રાધ્યાપક મનસુખભાઈ ઝવેરી વિશેનો ડૉ. સુરેશ દલાલનો લખેલ એક લેખ સૂરતના મારા સાહિત્યરસિક વડીલ મિત્ર શ્રીઉત્તમભાઈ ગજ્જરને બહુ ગમ્યો અને મને આપને પણ એ લેખ ઈમેઈલ કરવા જણાવ્યું છે પરંતુ મારી પાસે આપનું ઈમેઈલ ઍડ્રેસ નથી તો મને મોકલશો કે જેથી હું એ લેખ આપને મોકલી શકું. આપ પણ ભાગ્યશાળી છો કે આપ પ્રાધ્યાપક મનસુખભાઈ ઝવેરીના વિદ્યાર્થીની હતા.

    – વિજય ધારીઆ

Trackback URI | Comments RSS

Leave a Reply