પ્રભાતે

June 15th, 2010

પ્રભાત-પહોરે
પટ ઉપરથી જ્યારે જ્યારે
વહી જતી હું હોઉં ત્યારે ત્યારે
વહી આવતી
મલય સમીરની માદક માદક લહર લહરમાં
સતત સતત સંભળાઈ રહે છે
એક મુગ્ધાની જેમ
અંધકારનાં રૂપછલકતાં સાવ કુંવારાં ગીતો ગાતી નદી..

5 Responses to “પ્રભાતે”

  1. pragnajuon 15 Jun 2010 at 10:54 pm

    સતત સતત સંભળાઈ રહે છે
    એક મુગ્ધાની જેમ
    અંધકારનાં રૂપછલકતાં સાવ કુંવારાં ગીતો ગાતી નદી
    સરસ અછાંદસ

    આધ્યાત્મિક રાત્રિએ, આ બૌદ્ધિક અંધકારમાં, નિખિલ વિશ્વ બ્રહ્માંડને, ભગવાનનું વિરાટ રૂપ સમજીને, એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત ગીતો ગાતી નદી.
    પણ અતિ પ્રગાઢ અંધકારે પ્રવેશે તેઓ
    જે રહે રત કેવળ સંભૂતિ મહીં
    સંભૂતિ અને વિનાશ અંગે, જાણે એક સાથ જે
    વિનાશથી તરી મૃત્યુ, સંભૂતિથી અમૃત મેળવે. જીવનના સર્વાંગી કે પૂર્ણ વિકાસ માટે પુરૂષ અને પ્રકૃતિનો
    એક સાથે અને એક સરખો વિચાર કરી તે પ્રમાણે જીવન વ્યવહાર કરવો.

  2. Pancham Shuklaon 18 Jun 2010 at 6:52 pm

    એટલેજ કદાચ નરસિંહ જેવા અતિન્દ્રિય ભક્તકવિ પાસેથી આપણને ખટઘડીનાં ગહન પ્રભાતિયાં મળ્યા હશે.

  3. વિવેક ટેલરon 15 Jul 2010 at 6:20 am

    વાહ સુંદર કાવ્ય… લગભગ લયબદ્ધ…

    મને તો એમ કે મોટાભાગના કવિઓની જેમ આ સાઇટ પણ નિયમિત અપડેટ નહીં જ થતી હોય પણ સાનંદાશ્ચર્ય ખોટા પડ્યો…

    હવે અહીં નિયમિત મુલાકાત લેતા રહેવું પડશે…

  4. Rekha M Shukla-chicagoon 06 Mar 2011 at 12:48 pm

    અશ્રુમાં નંદવાતા સ્વપ્ના જોયા આંખમાં,
    પહેલીપુણી ના ઉઝરડે પ્રવેશુ શબ્દની આગમાં…
    જાય જીતી ચણોઠડી ઢગલા-બાજીમાં,
    લખોટીના ઢગલે દાઝી ,તો તરફડે ફલાંગમાં…
    રેખા શુક્લ (શિકાગો)

  5. thakorbhaion 07 Mar 2011 at 3:15 pm

    પન્ના ની કવિતાઓ તો જાણે પાના ઉપર્ મઢેલા હીરામોતીની હારમાળા……
    પન્ના જે પાના પર લખે તે પાનુ બને હીરાપન્ના…..

Trackback URI | Comments RSS

Leave a Reply