સ્મૃતિભ્રમ

May 25th, 2010

બાનો આત્મા
બહુ રાજી થશે
એ ભાવનાથી ઊભરાતી
હુંય
ચંપલ પહેર્યા વિના
ભક્તિનું ભાથું છલકાવતી
ભૂલેશ્વરના
મોટે મંદિરે ઠાકોરજીનાં દર્શને જાઉં છું.

ગાયને ઘાસ નીરતી
ભિખારીઓને દાન દેતી
પગથિયે ભજનો ગાતી
ચોકમાં પુષ્પો પરોવતી
સૌ સ્ત્રીઓ બા જ બા..
સહજ થયેલી
આ અવસ્થાને ખંખેરી
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશું છું
ત્યાં
શ્રીનાથજીને સિંહાસનેથી
મરક મરક હસી
આર્શીવાદ ઢોળતાં બા..!
મારી દ્દષ્ટિનો આ સ્મૃતિભ્રમ તો નહીં હોય?

4 Responses to “સ્મૃતિભ્રમ”

  1. Pancham Shuklaon 18 Jun 2010 at 6:55 pm

    તત્વમસિનો આગવો અનુભવ.

  2. Navniton 03 Jul 2010 at 1:30 pm

    Pannaben,

    Twamev Mata Ch
    Pita tavmev !
    Love this peom, just as all other ones from you.
    I am waiting for Edison, Kavisammelan this week.
    I will have chance to hear you reading some of them.

    Navnit

  3. Snehalon 18 Sep 2010 at 9:05 am

    very nice…

  4. Rekha M Shukla-chicagoon 06 Mar 2011 at 12:54 pm

    બા ની યાદ આવી ગઈ…ભુલ્યા હોય તેને યાદ કરવા પડે છે…મુકુ છુ અહીં મારો મમરો….!!!

    ફરિ…યાદ ની ફરિયાદ…!!!
    પરિમલ બાગની મ્હેક રહી શ્વાસમા અમારી,
    ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી,
    છુપાતી લુપાતી રહી યાદ દિલમા અમારી,
    કાયાના કટકા કરો ભળી લોહીમા યાદ તમારી,
    યાદ કરીને વિચાર તો ફરિયાદ નથી અમારી,
    સુની આ જીન્દગી અકારી બને ન તમારી,
    પવિત્ર બન્ધને બન્ધાયેલી છુટશે આત્મા અમારી,
    ભુલીને પણ આવીએ યાદ ફરિયાદ રહી તમારી,
    ખરેલી પાન્દડીઓ મા પણ છબી જુઓ અમારી,
    ફરિયાદ સામે આજ ફરિ…યાદ રહી તમારી.
    રેખા શુક્લ (શિકાગો)

Trackback URI | Comments RSS

Leave a Reply