ઋણાનુબંધ

April 8th, 2011

તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક-
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!

2 Responses to “ઋણાનુબંધ”

  1. Hiral Vyas "Vasantiful"on 28 May 2011 at 4:52 am

    ખુબ સુંદર…

    મોટેભાગે લગ્ન જીવન જોડાઇ ગયા પછી ઋણાનુબંધના દોરાથી સંધાતા જાય છે દરરોજ….ને એક સાંધો ત્યાં તેર તૂટે !!

  2. Amita Bhaktaon 01 Aug 2011 at 3:57 am

    Liked best in Gujrati, wonderful poem.

Trackback URI | Comments RSS

Leave a Reply