‘અત્તર-અક્ષર’ (મારો નવો હાઈકુસંગ્રહ)

March 5th, 2011

ઊર્મિ અને જયશ્રીની અણમૂલી ભેટ પન્નાનાયક.કૉમ વેબસાઈટને આજે બે વર્ષ થયાં. કેટલાંય કાવ્યો મૂકાયાં ને હકારાત્મક પ્રતિભાવ પણ સાંપડયો. આ વેબસાઈટ માટે તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

મારી વેબસાઈટ પર મારી ગેરહાજરીનું કારણ તાજેતરમાં મારા ‘અત્તર-અક્ષર’ (હાઈકુસંગ્રહ)નું ઈમેજ પબ્લિકેશન્સ દ્વારા જાન્યુઆરીની ૨૫મીએ થયેલું પ્રકાશન.

attar-akshar-pn3

સંગ્રહમાં ૨૦૬ હાઈકુ છે. પ્રસ્તાવના (“સત્તર અક્ષરમાં અનુભૂતિનું અત્તર”) શ્રી. સુરેશ દલાલની છે. સંગ્રહમાંથી ત્રણ હાઈકુ રજૂ કરું છુ.

૧.

અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?

૨.

પારિજાત ના-
વેરાણાં છે હાઇકુ
કેસરવર્ણાં

૩.

રેશમપોત
સપનાનું, જાગું ત્યાં
સરકી જાતું

“આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એના કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય તો તે પન્ના નાયકનાં છે.”  -સુરેશ દલાલની પ્રસ્તાવનામાંથી..

‘અત્તર-અક્ષર’ હાઈકુસંગ્રહ વિશે વધુ જાણવા માટે આ પાનાની મુલાકાત લેશો… ‘અત્તર-અક્ષર’ હાઈકુસંગ્રહ

11 Responses to “‘અત્તર-અક્ષર’ (મારો નવો હાઈકુસંગ્રહ)”

  1. Pancham Shuklaon 05 Mar 2011 at 1:33 pm

    વિદેશિની વેબસાઈટને જ્ન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ વધાઈ. તમારા કાવ્યો અમારા સુધી પહોંચાડવા માટે ઊર્મિ અને જયશ્રીનો આભાર માનવો જ ઘટે. અબીહાલ તો ૩ બુંદની મહેકથી સંતોષ લીધો પણ આ જ સંતોષ બીજા ૨૦૩ બુંદ મેળવવાની ઝંખના પ્રદિપ્ત કરી જાય એવો છે.

    ૨૦-૨૦ મેચ જેવા ઝડપી યુગમાં હાઈકુ અગાઉ કરતાં વધુ પ્રસ્તુત પણ લાગે. મને લાગે છે અમેરિકા/બ્રિટન/કેનેડા/ઑસ્ટ્રેલિયા/ન્યુઝીલેન્ડ અને હવે તો કદાચ ભારતમાં પણ જન્મેલી/ઉછરેલી ગુજરાતી પેઢીને આ હાઈકુના અંગ્રેજી ભાષાંતર મળે તો સોનામાં સુગંધ ભળે.

  2. P Shahon 05 Mar 2011 at 4:15 pm

    ‘સત્તર અક્ષર’ માટે પાંચ અક્ષરના અભિનંદન !
    પંચમભાઈ કહે છે તેમ અગાઉ કરતા આજના ઝડપી યુગમાં
    કવિતા અને ગઝલ કરતા ત્રણ પંક્તિ અને સત્તર અક્ષરના હાઇકુ
    કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. કદાચ તે આપની પ્રસ્તુતિની નજાકતને
    કારણે પણ હોય. ત્રણામૃત જેવા ત્રણ હાઇકુથી તો સંતોષ ન જ થાય.
    આગળ ઉપર વધુ હાઇકુ વાંચવા મળશે એ આશા સાથે…..

  3. Daxesh Contractoron 06 Mar 2011 at 6:57 pm

    હાર્દિક અભિનંદન … હાઈકુ કાવ્યપ્રકાર તરીકે પ્રમાણમાં સરળ, પણ એટલે જ સત્તર અક્ષરમાં સંવેદન ભરીને વાચકના મન પર છાપ છોડી જવી અઘરું કામ બને. પંચમભાઈની વાત સાચી છે. ઝડપના આ યુગમાં લાઘવની બોલબાલા .. એ ન્યાયે હાઈકુ વધુ લોકપ્રિય થવા જોઈએ.
    અમેરિકામાં
    બા નથી, ક્યાંથી હોય
    તુલસીક્યારો?
    … બા વિશેના સંવેદનોથી સભર વધુ હાઇકુની પ્રતિક્ષા …

  4. pragnajuon 07 Mar 2011 at 7:06 pm

    પારિજાત ના-
    વેરાણાં છે હાઇકુ
    કેસરવર્ણાં
    ‘ગંગાયાઃ પરિ-ઉપરિ જાત, ઈતિ પારિજાત’ના ન્યાયે ગંગાકિનારે પેદા થયેલું હોઈને એને પારિજાત કહેવાય છે. ‘અમૃત મંથન’ વખતે પ્રગટ થયું પારિજાતનું વૃક્ષ! મંદાર!પારિજાત એ શ્યામતરૂવર છે કારણ કે, એ માધવના માઘુર્યની સોગાત છે. એ પ્રિયાને ખાતર પરમેશ્વરે સ્વર્ગમાંથી ધરતી પર ઉતારેલી કવિતા છે!

    પારિજાતના
    ફૂલોં જેવા હોઠથી
    ગાઓ હાઇકુ
    પરોઢનો હળવો પવન લહેરાતો હોય, ઠંડકની ભીનાશ ચોપાસ હોય અને હૃદયાકાર પાન ધરાવતા પારિજાતના પૂરા ખીલેલા વૃક્ષની નીચે ઉભા ઉભા ડાળીઓ ડોલાવો, તો એક અદભુત ‘ફ્‌લાવર શાવર’માં સ્નાન કરવા મળે! પુરું ખીલેલું પારિજાત ત્રણસો- ચારસો તારલિયા જેવા ફૂલોથી તમને નવડાવી દે!

  5. વિવેક ટેલરon 08 Mar 2011 at 5:32 am

    અભિનંદન !

  6. ધવલon 08 Mar 2011 at 3:01 pm

    સંગ્રહનું નામ ખૂબ જ ગમી ગયું ! હાઈકુ તો મઝાના છે જ !

  7. […] – પન્ના નાયક […]

  8. […] – પન્ના નાયક […]

  9. […] – પન્ના નાયક […]

  10. sanjivon 08 Jan 2012 at 4:04 pm

    વૈભવ કેવો
    સત્તર અક્ષરનો
    મન ગમતો

  11. રશ્મિ જાગીરદારon 03 May 2016 at 5:59 am

    છો વિદેશિની
    પણ વસો સઘળે
    સત્તર બની

Trackback URI | Comments RSS

Leave a Reply