મારી કવિતા

March 29th, 2009

એમાં
મારી શક્તિ છે
મારી નબળાઈ છે
મારો મેક-અપ વિનાનો ચહેરો છે
મારા વિચારનું સત્વ છે
આંખોથી વહેલી સચ્ચાઈ છે
ધોયેલા કાચની પારદર્શકતા છે
લાગણીનો ધગધગતો લાવા છે
જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
દંભીલા સમાજ સામેનો પડકાર છે
મારું અનાવરણ સ્વરૂપ છે
આખાયે આકાશની નીલિમા છે
વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
મૈત્રીનું ગૌરવ છે
પ્રેમની સાર્થકતા છે
કોઈ કડવાશ નથી
કોઈ ગઈ કાલ નથી
કોઈ આવતી કાલની તમા નથી
ક્શું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.

એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી..
ગમે તો સ્વીકારો
નહીં તો…

આ કાવ્ય ‘કવિતા’ ઓક્ટોબર-નવેમ્બર 2008માં છપાયું છે.

3 Responses to “મારી કવિતા”

  1. Pinkion 30 Mar 2009 at 5:33 am

    એક ટૂંકીટચ, રોચક, સત્ય અને સ્વીકાર્ય આત્મકથા

  2. valimohammedon 26 Jun 2009 at 6:30 pm

    રેઅલ્ય કવિત વિન જિવન અધુરુ ચ્હે બુચ્પન યદ અવે તયરે કવિત થકિ શન્તિ મલેકવિત વિન કોઇ જિવન નથિ મનને પ્રફુલ રખવ કવિત અને ભજન ઝરુરિચ્હે થન્ક્સ લખનિ

  3. Bharaton 27 Aug 2009 at 5:37 am

    તમારિ કવિતા, મારુ વ્યસન્.!!!!!!

Trackback URI | Comments RSS

Leave a Reply