કેમ?
પન્ના નાયક May 1st, 2009
બાએ કહેલું
કે
બંધિયાર ઘરમાં
ક્યારેક એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
સવારના તડકાથી ભીંતો રંગજે.
મેં
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો તો
સોનેરી સોનેરી થઇ ગઇ છે
તોય
બહુ એકલું એકલું કેમ લાગે છે?
—
- અછાંદસ
- Comments(4)
પન્નાબેન સુંદર રચના!
હઝારો શોરોગુલમે દિલ તન્હા હૈ,
હઝારોકી ભીડમે દિલ અકેલા હૈ.
સપના
એકલતા વિષેની સુંદર રચના પન્નાબેન. એકલતા એ કદાચ પશ્ચિમના દેશોમાં વસતા સૌનો સ્થાઈભાવ હશે?
“પાનિમે મે મિન પિયાસિ” કયોન્?
wonderful !!