હવે
????? ???? July 8th, 2009
ફરી ફરી
દીવાનખાનાનું ફર્નીચર ખસેડવાનું,
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરવાનું,
સોફા અને લેમ્પને નવું સ્થાન આપવાનું,
બારીના પડદા બદલી કાઢવાનું,
નવી કાર્પેટ નંખાવવાનું –
આ બધું
અને
એ નિર્જીવ વસ્તુઓમાં
કેન્દ્ર શોધવાનું,
મારી જાતને ગોઠવવાનું, ગોઠવાવાનું
હવે
મેં છોડી દીધું છે.
દીવાનખાનું
જેમ છે એ જ બરાબર છે.
આ
છોડી દેવાની પ્રક્રિયા
જે છે તેનો સ્વીકાર કરવાની મનઃસ્થિતિ
એ
પરિપક્વતા હશે
કે
વૃદ્ધાવસ્થા?
—
- ??????
- Comments(9)
સરસ કવિતા.
દીવાનખાનાવાળી બીજી કવિતા પણ આવી જ અસરદાર હતી…
કદાચ બન્ને જ …. !! સરસ .
ઘણીવાર એવું બને છે કે માણસ બધું વ્યવસ્થિત કરી કરીને પોતાની એક આગવી છાપ ઊભી કરવા મથતો હોય છે, પણ સમય જતાં એને થાય છે કે રાચરચીલાથી માણસ નહીં પણ માણસથી એનું રાચરચીલું દીપે છે. પછી એની વધારે પડતી પળોજણમાં એ નથી પડતો. એવું પણ હોય, ખરુંને ?
દીવાનખાનામાંનું આવું બધું કામ તો દીવાનાઓનું છે.
ખાણમાંથી હીરા-પન્ના શોધવાનું કામ સયાનાઓનું છે
અભિનન્દન પન્નાબહેન તમે સચુ જ કહ્યુ એ કદાચ્ પરિપક્વતા જ હશે
કેમ કે આપ્ને બન્ને અએક જ પરિસ્થિતિ માથિ પસર થૈ રહ્યા ચ્હે.
બન્ને નો અનુભવ એક જ ચ્હે.
હવે તો ચડે છે સુગ જોઇ જોઇ ને દિવાનખાના મા આ પ્લાસટિક ના ફુલ; નથિ કોઇ દિ ખિલતા;નથિ કોઇ દિ કરમાતા એજ રંગ એજ નિખાર; હવે તો જોઇ જોઇ ને લાગે છે થાક…….
પન્નાબેન, આજની સવાર અહીં આપની સાથે ગાળીને મન કવિતામય થઈ ગયુ.
“જેમ છે એ જ બરાબર છે.” નો ભાવ સ્થાયી થાય તો પરમશાંતી તરફ જઈ શકાય એવું ક્યારેક અનુભવું છું પણ હજુ ઘણુ બધુ બદલવાનો ધખારો ઓછો નથી થતો. અથવા તો કદાચ અંદર જે ઘણુ બધુ બદલાઈ રહ્યુ છે તે ન બદલાય અને યથાવત રહે તે માટેની મથામણ હોય તો ય અશાંતી તરફ જ લઈ જાય છે. આપના સુંદર કાવ્યના આનંદ બદલ આભાર !
પન્નાબેન,
બધુ બદલાવી જોઇ લીધુ,પણ આ મનનું શુ કરવુ? હઠેલા બાળક જેવું.હતુ ત્યાં ને ત્યાં.
સપના