આજે

May 7th, 2009

વરસો વહી ગયાં છે
ને
કોઠે પડી સદી ગયું છે
શરીર અને મનને
એટલાન્ટિક ઓળંગી
ફિલાડેલ્ફીઆમાં રહેવું.
તોયે આજે સવારે
આંખ સામે અચાનક તરવરી-
બાની હાથીદાંતની કાંસકી,
ધુપેલની ડબ્બી
ને
કંકુની શીશી…

5 Responses to “આજે”

  1. pragnajuon 08 May 2009 at 6:18 am

    ગમે તેવા કામમાંથી
    મારી દિકર્રીઓ
    હું બેઠેલી હોઉં ત્ય
    કોપરેલ કાંસકો લઈ
    જમીન પર્ બેસી જાય

  2. Pancham Shuklaon 25 May 2009 at 2:18 pm

    સુંદર અને ચોટદાર.

  3. Kajalon 25 May 2009 at 11:05 pm

    બહુ જ સુદર છે. હુ પણ અમેરિકા મા જ રહુ છુ અને દરેક શ્બદ નો સાચો ભાવ સમજેી શકુ.

  4. Chirag Patelon 27 May 2009 at 6:23 pm

    આટલા નાના કાવ્યમાં જન્મભુમીથી દુર હોવાની વેદના બહુ જ આબાદ ઝીલાઈ છે. ઉપરાન્ત, ત્રણેય પદાર્થો બહુ જ યાદગાર અને વ્હાલપની પ્રતીતીકર છે.

  5. Pinkion 28 May 2009 at 2:15 am

    ………

    મા એટલે

    http://webmehfil.com/?p=834

    પણ રાહ જોનાર મા ન હોય ત્યારે ……. ?!!

Trackback URI | Comments RSS

Leave a Reply