સંવાદ કરું છું
પન્ના નાયક November 2nd, 2009
હું વૃક્ષો સાથે વાત કરું છું
. લીલેરો સંગાથ કરું છું
કુમળો કુમળો તડકો જાણે
. પંખી થઈને બોલે
આકાશ જાણે હોય ઉછરતું
. લીલા રંગને ખોળે
જાણે હું તો મારી સાથે
. પહેલી વાર સંવાદ કરું છું –
હું મારામાં વૃક્ષ ઉછેરું
. હું મારામાં આભ
મારી ભીતર મને મળ્યાં છે
. મૌનના રેશમ-ગાભ
હું ભીતર ને બહાર ફરું છું –
- ગીત
- Comments(2)
પન્નાબહેન,
“ચાલો ગુજરાતમાં” જરા વાર મળેલા. આજે તમારો બ્લોગ જોયો. “આકાશ જાણે હોય્ ઉતરતુ લીલા રંગને ખોળે–
સરસ.
હ્યુસ્ટનથી ઓસ્ટીન રહેઠાણ બદલ્યુ છે.
આવજો
સરયૂ પરીખ
સુંદર ગી..ત !!
પ્રકૃતિની ગોદમાં ક્યારેય એકલતા અનુભવી જ ન શકાય .. !!