ક્યારેક?
પન્ના નાયક October 14th, 2009
ધરતીમાં ઊંડાં ફેલાયેલાં મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
ખાસ્સું વધીને
ઊંચું વૃક્ષ થવા માંડયો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસતો હોય છે.
એને
ક્યારેક
જાપાન યાદ આવતું હશે ખરું?
—
- અછાંદસ
- Comments(4)
સુંદર …
કદાચ એને આસપાસના ઘરની દિવાલો કે કંપાઉન્ડ વોલની આડશમાં એનું જાપાન નહીં દેખાતું હોય એટલે જ એ છોડ મટીને મોટું વૃક્ષ થવા મથતું હશે !!! સૂરજમુખી જેમ સૂરજ તરફ વળે છે એવું જ કંઈક નહીં હોય ???
કદાચ એવું પણ હોય કે ભલે મૂળ જાપાનીઝ છું, વિદેશી છું, પણ અહીં ગોઠી ગયું છે, એ આનંદ અને એની વાતો આસપાસનાં વૃક્ષોને લળીલળીને કરતું હોય ..
સબ ભુમિ ગોપાલ કિ ……આપ્ણિ જે મ તેને કદાચ મારુ તારુ નહિ હોય્…..
પ્રિય પન્નાબેન,
વંદન
અમેરિકામાં સ્થાયી થયેલાઓની બીજી પેઢીને
ભારત યાદ આવતું હોય છે ?
ખૂબ સુંદર કાવ્ય.
અભિનંદન.
-સંદીપ
હા એક જ્ગ્યાએથી મૂળસમેત ઉખડી ગયેલા છોડને હંમેશા પોતાનો દેશ, ગામ કે ઘર યાદ આવે છે…બસ એની પાસે હોતી નથી ઇચ્છા થાય ત્યાં પહોંચી જવાની સ્વતંત્રતા