આજે..કાલે
પન્ના નાયક November 2nd, 2009
પ્રાતઃસ્મરણીય શ્લોકો બોલતાં બોલતાં
ચ્હાનું પાણી મૂકું છું,
ઉઘડતી ઉષાના રંગો મમળાવતાં મમળાવતાં
કાવ્યો દોરું છું,
ડેફોડિલ્સ અને ચેરી બ્લોસમ્સના રૂપરંગને
આંખોમાં આંજતાં આંજતાં
બગીચામાં વિહરું છું,
પ્રિયજનના ફોનની ઘંટડી ઝીલતાં ઝીલતાં
રણકતા અવાજને પંપાળું છું..
કદાચ
આ-બધું-નહીં-કરી-શકું
આવતી કાલે…
—
- અછાંદસ
- Comments(2)
આવતિ કાલે ઉશા કદાચ વધારે ર્ંગિન થાશે; ફુલો વધારે ખિલ્યા હશે; પ્રિય જનો નિ યાદ વધારે મધુર બનિ હશે …….કારણકે વિશાદો ના વાદળ વિખરાયા હશે…..
પાનખરે ખરેલા પાનને
પવનના હળવા ઝોકમાં ઊડતાં જોયું
એટલે જ
મને વસંત યાદ આવી …