લઘુ કાવ્યો
પન્ના નાયક November 4th, 2009
૧.
એકમેક સાથે
ફોન પર
અગણિત કલાકો
અલકમલકની વાતો કરતાં કરતાં
આપણે
શીખી ગયાં સહજ જ
એકમેકમાં જીવી જવાનું
એકમેક વિના..
—
૨.
એક વૃદ્ધ
વાંકો વળીને
ખોબે ખોબે ભરવા મથતો હતો
બપોરે ઢોળાયેલો
સોનેરી તડકો..
—
૩.
તારા નક્ષત્રો ને ચંદ્રમા
ઝરણાં પુષ્પો ને પતંગિયાં-
પૃથ્વીનાં આ સૌ તત્ત્વો
મને ય સ્પર્શે છે તારી જેમ જ.
એને વિશે હું કેટલુંય કહી શકું
પણ
તું
મને બોલવા દે તો ને!
—
- અછાંદસ
- Comments(6)
બહુ જ સરસ કાવ્યો છે! પહેલામાં જે સહજતા અને છેલ્લે જે મર્મસ્પર્શી ‘પન્ચ્’ છે તે બહુ જોરદાર છે.
દુર હોવા છતાય સ્પર્શિ રહિ છે સુવાસ તારા સબ્દો નિ……..
આવકારવા ઉશા ને સંધ્યા આવુ છુ; કહિ ને ઢળિ ગૈ……..
તારિ હા મા હા ને તારિ ના મા ના….તારા પ્રેમ મા હું મારુ બધુ જ ખોઈ ચુકિ છુ……
એકમેકમાં જીવી જવાનું
એકમેક વિના.
ક્યા બાત હૈ… !!!
બહુ સુંદર… વાત વાતમાં શું શું શીખી જવાતું હોય છે? પણ એને વર્ણવું ક્યાં સહેલું હતું?…… આ કડીઓ ખૂબ ગમી.
આપણે
શીખી ગયાં સહજ જ
એકમેકમાં જીવી જવાનું
એકમેક વિના.