આવનજાવન

January 1st, 2010

જ્યારે જ્યારે
એ અહીથી જાય છે
ત્યારે ત્યારે
કશુંક ને કશુંક મૂકતો જાય છે.
આ અહી રહી ગયું એનું
સૂર્યના કિરણ જેવું સ્મિત.
આ અહી રહી ગયું એનું
અરધુંપરધું ગાયેલું ગીત.
આ અહી રહી ગયો એનો જ
એના જ જેવો
રૂપાળા વાદળ જેવો રૂમાલ.
ક્યાંક રહી ગઇ છે
એની આંગળીઓની મુદ્રા
તો ક્યાંક રહી ગયાં છે
દેખાય નહી
એવાં એનાં ચુંબન.
વહેતા પવનની જેમ
એની આવનજાવન થયા કરે છે.
એ અહી આવે છે ખરો પણ ઠરવા માટે નહી-
પાછો જવા માટે… !

4 Responses to “આવનજાવન”

  1. Chandresh Thakoreon 02 Jan 2010 at 4:05 pm

    “એ અહી આવે છે ખરો પણ ઠરવા માટે નહી-” એ વસવસાને બદલે “જાવન” પછી “આવન” હોય છે એનો આનંદ માણવા માટે પવન વહેતો રહે એ જ સારું નહીં?

  2. kanchankumari parmaron 03 Jan 2010 at 6:48 am

    કોઇ આવે તેના કરતા પ્ર તિક્શા મા આન્ંદ વધારે હોય છે…….

  3. Pancham Shuklaon 03 Jan 2010 at 5:25 pm

    અખિલની આવન જાવન અને માનવ સહજ વિસ્મય….

  4. Bhavion 11 Mar 2010 at 10:01 pm

    આવન જાવન ઍ તો સંસાર નો નિયમ છે.. તમે ઍને ખુબ જ સુંદર રિતે લખ્યો છે….

Trackback URI | Comments RSS

Leave a Reply