બા

December 11th, 2009

બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો કર્યાં કર્યાં.

એમણે
છોકરાં ઉછેર્યાં, ભણાવ્યાં, પરણાવ્યાં ને ઠેકાણે પાડયાં.
એમણે
એમનાં મરતાં સુધી
સફળ સંસ્થાના વ્યવહારકુશળ મેનેજરની જેમ
બહોળું કુટુંબ નભાવ્યું.
એમણે
મહિલાઓની સમસ્યા સમજવા ને સમજાવવા
સમાજમાં આગળ પડતો ભાગ લીધો.
એમણે
એમની આસપાસનાં
ત્યજાયેલાં સ્ત્રી બાળકોને આશરો આપ્યો.
એમણે
અડધી રાતે
અણધારી અને વણમાગી મદદ કરી.
એમણે
બીજાંનાં સુખ માટે
ઈશ્વર પાસે હાથ લંબાવ્યા કર્યો.

બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો જ કર્યાં કર્યાં…!

2 Responses to “બા”

  1. kanchankumari parmaron 13 Dec 2009 at 8:48 am

    બા તુ અમારિ પ્રેરણા,તારે લિધે જ આ કવિતા સ્ફુરિ અને તારે લિધે જ આ દુનિયા ને ધરિ……….

  2. Pinkion 28 Dec 2009 at 2:13 pm

    બા બહુ ભણેલાં નહોતાં.

    પણ, ગણેલા હતાં … 🙂

Trackback URI | Comments RSS

Leave a Reply