શું કહ્યું હશે?

January 1st, 2010

બધું શાંત હતું
વૃક્ષ પર પંખી
વિસામો લેતું હતું
અચાનક
સુસવાટા કરતો
પવન આવ્યો.
પંખી જરીક કમ્પ્યું,
એણે પાંખો ફફડાવી,
ને પછી ઊડી
અદ્દશ્ય થઇ ગયું

પવને એને શું કહ્યું હશે?

સાભારઃ “સન્ધિ” (ઓક્ટોબર-ડિસેમ્બર,૨૦૦૯)

2 Responses to “શું કહ્યું હશે?”

  1. vimal agravaton 04 Jan 2010 at 1:46 pm

    પવને એને શું કહ્યું હશે?
    આદરણીય શ્રી પન્નાબહેન,આ પ્રશ્નના ઉત્તરમાં એક ગીત રચાઇ રહ્યું છે.થોડું મઠારી આપને પાઠવીશ.

  2. Daxesh Contractoron 19 Feb 2010 at 4:43 pm

    ખુબ સરસ … કલ્પનાની દુનિયામાં લઈ જવા મજબૂર કરે તેવો પ્રશ્ન …

Trackback URI | Comments RSS

Leave a Reply