તું પ્રેમ કરે છે ત્યારે..
પન્ના નાયક April 12th, 2010
મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ
ખળખળતી નદીઓ બની
કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,
બળતણ માટેનું લાકડું બની ગયેલાં
કેટલાંય ભીતરી વૃક્ષો
મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે,
વિષાદી અંધકાર
ચૈત્રની ચાંદનીનાં વસ્ત્રો પહેરી
ગલી ગલીએ
અભિસારનાં ગીતો ગુંજતાં કરે છે,
અને
મારી કૂખમાં
પુસ્તકને ઊઘડતે પાને શોભે એવું
કાવ્ય જન્મે છે.
તું પ્રેમ કરે છે ત્યારે..
—
- અછાંદસ
- Comments(6)
Very nice spring like poem! Right when it was so nice and beautiful weather in Chicago, I opened the web and found this new poem! Right when the sun was pushing away the cold ,the birds were singing the spring songs and a newly born butterfly was dancing at my door..I read your poem.. મારેી કુખમા પુસ્તકને ઉઘદ્તે પાને શોભે એવુ કાવ્ય જન્મે…..
જનો પ્રેમસંબંધ પણ સમાનતાની ભાવના પર આધારિત છે. આજની નારી પોતાના પ્રેમી કે પતિને ભગવાન માનવાને બદલે પોતાના જેવો જ માણસ સમજવું વધારે પસંદ કરે છે. તે ઇચ્છે છે કે તેની સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરે. પોતાના મહત્ત્વના નિર્ણયો તે જાતે લેવા માંગે છે અને સહજતા ઇચ્છે છે.
ત્યારે
મારી કૂખમાં
પુસ્તકને ઊઘડતે પાને શોભે એવું
કાવ્ય જન્મે છે.
તું પ્રેમ કરે છે ત્યારે..
પ્રેમ એક શાશ્વત ભાવના છે.એ નવેસરથી પોતાની જિંદગીની શરૃઆત કરીને સરળતાથી પોતાના એકાંતને દૂર કરી શકે છે. આ જ આજની નારીઓમાં આવેલ સકારાત્મક પરિવર્તન છે અને તેની સરાહના કરવી જોઇએ.
“મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ
ખળખળતી નદીઓ બની
કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,”
ખુબ જ સરસ છે દીદી..
પ્રેમ પામ્યાની કેવી આહલાદક અનુભૂતિ….અભિવ્યક્તિ!
પ્રેમ ની કેવી જાદુઈ અસર ! !
પ્રેમ ખીલવે રણમાં ગુલાબ.
પ્રેમ વહાવે શીતળ શબાબ્,
પ્રેમ લખાવે સુરખાબી ગીત ,
જ્યારે હોય મન મીત સમીપ…
પન્નાજીને અભિનંદન…
DEAR PANNABEN prem purvak namascar.
leaving in Portugal 75 years old.Born in India grown in Africa and chapter may close in Europe.!
By the year of 1950 was at Bhuleswar Mota mandir lane I think you have also conection with mota mandir.I am right?
I also do not know that I am Bhartiy or Eyropean ?
My english is weack because we use Portugese lenguege in our day to day.
We my wife and me like to invite you to visit this nice and beautiful country which is on way to India or on way to America get a drop and you alone or with your trip group
reach to PORTUGAL.