વૃક્ષ હું..
પન્ના નાયક July 20th, 2010
પવનને ઝોકે વળી જતું
તરણું નથી હું
કે
તડકાની છેડતી સહેતું
નથી હું છોડવું.
પગ તળેથી હચમચેલી
ધરાને ધરી રાખતું
વૃક્ષ છું હું વૃક્ષ.
સૂરજ સામે ટક્ક્રર ઝીલી
ફરી શાખા ઊગાડીશ
અને
જીવી જઈશ હું.
છેદાયેલું પણ
વૃક્ષ છું હું વૃક્ષ.
તેં છેદ્યું હતું
તે જ વૃક્ષ..
—
- અછાંદસ
- Comments(1)
વૃક્ષના પ્રતિકરૂપે જે ખુમારી આ કાવ્યમાં નિરૂપીત થઈ છે એ અદભુત છે! અતિસુન્દર કાવ્ય.