કવિતા
પન્ના નાયક July 24th, 2010
મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.
સાવ અચાનક.
મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.
મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડયું
ત્યાં તો
એ
છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં..
- અછાંદસ
- Comments(2)
યાદ તારિ અશ્રુ રુપે વહિ જાય તે પહેલા હું તેને ધરબિ દેવા રુદિયે લાખ પ્રય ત્ન કરુ તોયે સમુદ્ર રુપે વહિ જાય છે…….
ખુબ સુઁદર રેીતે આલેખન કર્યુઁ છે. વાંચીને મુખમાંથી “વાહ” સરી જ પડે!