સપનાં
પન્ના નાયક July 20th, 2010
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં, જતનથી સેવેલાં
પણ હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાંખવાનાં છે
મારાં સપનાં..!
- અછાંદસ
- Comments(3)
પન્ના નાયક July 20th, 2010
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં, જતનથી સેવેલાં
પણ હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાંખવાનાં છે
મારાં સપનાં..!
તમારી કવિતાઓ વાસ્તવિકતાનું મૂલ્ય વધારે છે પછી સપનાની કિંમત ઘટે જ ને! વાંચી આનંદ થયો. અન્ય હ્રદયસ્પર્શી કવિતાઓ વાંચીને પણ આનંદ થયો. ક્યારેક અડધી રાતે ઊંઘ ઉડી જાય અને કંઈ કરવાનું મન ન થાય તેવી ઉદાસ પળોમાં તમારી કવિતાઓ વાંચવાનું મન થાય અને પછી તાજગી મળી જાય છે.
સુંદર અછાંદસ…
એક ઝીણેરો લય આખા કાવ્યમાં અનુભવાયા કરે છે જે સંવેદનાને વધુ રણઝણાવે છે.,…
સપનો મારા બનિ ઝાકળ બિંદુ વળગ્યા છે તણખલે!કરસો ના કોય અળપલુઃ ભાંગિ જસે ;ટૂટી જસે ;માંડ મળિયા છે મને!