આજથી..
પન્ના નાયક August 17th, 2010
. આજથી બધાં બારણાં બંધ
નથી કોઈનો હાથ જોઇતો : નથી જોઇતો સ્કંધ
પ્રેમ મારો હવે આંધળો નથી
. પ્રેમ નથી હવે બ્હેરો
પ્રેમની પાસે નથી કોઇ
. ઉઝરડાયેલો ચ્હેરો
કાખઘોડી લઇ ચાલવું પડે એવી જિંદગી નહીં અપંગ
અપેક્ષા તો ઓગળી ગઇ
. પીગળી સકળ માયા
સપનાં જેવાં સપનાંઓ પણ
. લાગતાં જાય પરાયાં
હું તો મારે માણ્યા કરું સંગ વિનાનો સંગ
—-
- ગીત
- Comments(4)
સન્યાસીના ઉદગાર જેવું કાવ્ય. સરસ થયું છે.
સુંદર ગીત… ઉપાડ અત્યંત મજાનો…
નિર્વેદ(સમક્તિ)થી લથબથ વિશ્રંભ ઉદગાર…. ગીતના લય અને બાનીથી કવિવર રાજેન્દ્ર શાહનું પુણ્યસ્મરણ થયું.
પ્રેમ થિ યે પર મારિ દુનિયા…વિના પ્ર્કાશે વિના અવાજે ..ઝગમગ ઝગમગ… થાય મારિ દુનિયા !