મર્મ
પન્ના નાયક October 21st, 2010
બંધ ઘરમાં પ્રવેશ.
ચાવીથી
મુખ્ય દ્વાર ખૂલે.
એક ચોક્કસ ઓરડામાં જવું છે
પણ
કોઈ નકશો નથી.
ધીરજથી
ઉંબરા ઓળંગવાના
દાદર ચડવાના
ફંટાતા ખૂણાઓ પસાર કરવાના.
ધીરે ધીરે
જવું છે
એ ઓરડાના બારણાં ઉઘડતાં જાય
એ ઓરડાની બારીઓ ખૂલતી જાય
ધૂંધળું હોય તે
સ્પષ્ટ થતું જાય
પ્રકાશ પથરાતો જાય
અને
મર્મ પમાતો જાય
કાવ્યનો..
—
- અછાંદસ
- Comments(4)
આત્માની ખોજ કાવ્ય દ્વારા અદ્ભુત વ્યક્ત થઇ છે.
An amalgamation of ‘leap of faith’ and unexplained intricacies of creativity.
સરસ !
”શોધ” માટે પ્રયાસોનો ધોધ વહાવવો પડે છે.
અંતરદ્વાર ખુલતાં જાય છે, પ્રકાશ રેલાય છે, કાંઈક
પમાય છે. આનંદ ઉભરાય છે.
અભિનંદન.