શાલ
પન્ના નાયક September 12th, 2010
બહારની ઠંડી હવા
ઘરની દીવાલમાં
ક્યાંક તડ શોધીને
પરવાનગી વિના ઘૂસી જઈને
મારા શરીરને કનડે છે.
હું
ક્લોઝેટ ખોલી
સ્વેટર માટે હાથ લંબાવું છું
અને નજર પડે છે
ગડી વાળેલી શાલ પર.
હું
અમેરિકા આવી ત્યારે
બાએ મને આપેલી.
હું
શાલ ખોલું છું
ગાલે અડકાડું છું.
શાલ જર્જરિત થઈ ગઈ છે
પેાતમાં કાણાં કાણાં પડી ગયાં છે.
શાલ ઓઢી શકાય એમ નથી.
હું
એને સાચવીને
ફરી ગડી વાળી મૂકી દઉં છું
ક્લોઝેટના શેલ્ફ પર
બાના સ્મરણની જેમ..
—
- અછાંદસ
- Comments(6)
બાનાં સ્મરણની જેમ….
સરસ્
બા યે આપેલિ બધિ જ વસ્તુ વ્હાલિ લાગેઃપછિ ભલે હોય શેલુ કે પછિ શાલ! મારિ પાસે પણ લગ્ન વખતે આપેલુ શેલુ જિવ નિ જેમ સાંચ્વિ ને રાખયુ છે …..જરિ ગયેલા શેલા ના તાર હજુ યે બા ના સ્મિત જેવા ઝગ મગે છે……
very touching …
વાહ… સુંદર મજાનું હૃદયસ્પર્શી કાવ્ય…
માત્ર બા અને બાની શાલ જ કેમ, જિંદગીના ઘણા બધા ઘટકતત્ત્વ સાથે આજ ઘટે છે…
ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે ઘણાબધા ભાવુકોના હૃદયની લાગણીઓને વાચા મળે છે.
લખનાર અને વાંચનાર બંનેના દિલને શાતા મળે છે.
સ્વજનોની વાતજ નિરાળી હોય છે.
સુંદર રચના.
બા યાદ આવે જ
પહેલીમાનો પાઠ પહેલો બા બા બા
બોલવામા બોલ પહેલો બા બા બા
ખાતા બોલુ પીતા બોલુ બા બા બા
શાલમા શોધુ પાનમા પરોવુ બા બા બા
પણ હવે બોલતી નથી મારી બા બા બા