કાલે હું નહીં હોઉં ત્યારે..
પન્ના નાયક November 1st, 2010
કાલે હું નહીં હોઉં
ત્યારે
મારી મનગમતી વાસંતી સવારનું આગમન કોણ કરશે?
કુમળા તડકાને ઘરમાં સંતાકૂકડી રમવા કોણ દેશે?
કૂણાં ઘાસને વહેંત વહેંત ઊગતું કોણ જોશે?
ડેફોડિલ્સની બાજુમાં બેસીને એમની સાથે કોણ ડોલશે?
પુષ્પો પર બેસતાં પતંગિયાના રંગ કોણ નીરખશે?
રતુંબડા મેપલની જાપાની વાતો કોણ સાંભળશે?
ઘરમાંથી દોડી જઈ એપ્રિલના વરસાદમાં તરબોળ કોણ થશે?
અને
ચેરી બ્લોસમ્સને મન ભરીને કવિતામાં કોણ ગાશે?
કાલે હું નહીં હોઉં
ત્યારે..?
- અછાંદસ
- Comments(4)
કાલે હું ભ્લે નહીં હોઉં પણ સપના ના વાવેતર ખુબજ કાળજિ થિ મેં વાવિ દિધા છે….ચાસે ચાસે એ ખિલતા અને ડોલતા …અરે મ્ંદ મ્ંદ પવન મા હસતા તમને મારી કવિતા નિ યાદ અપાવશે!!!!!!!
Hello Pannaben,
I been following your poems over the years and I am one of your admirers. Navanitlal R. Shah
સ્વચકિત પ્રશ્નકાવ્ય….અક્ષરદેહની જણસ જળવાશે, કોળશે અને કિલ્લોલશે.
જ્યારે કવિ હયાત નથી રહેતો ત્યારે એની કવિતા એ કવિના સ્પંદનોને અનુસરે છે. માટે આપણે નહિ હોઇએ ત્યારે આપણી જગ્યા આપણી કવિતા લેશે!