ભૂલીને આવજે
પન્ના નાયક November 10th, 2010
હવે આવે
ત્યારે
જરૂર જ ભૂલીને આવજે-
કાંડા ઘડિયાળ
મોબાઈલ ફોન
અપોઈન્ટમેન્ટની ડાયરી
ભારી ભારી બ્રીફકેઈસ
ટ્રેઈનનું ટાઈમટેબલ
પત્નીનો જન્મદિવસ
તમારી લગ્નતિથિ
તમારા સંસારના ફોટાવાળું પાકીટ
પાછા જવાની વ્યાકુળતા
આપવાના ગોઠવેલા જવાબો
સમાજનાં બંધનોનો ભાર
અને
પ્રતિષ્ઠા ડગમગી જવાના જોખમની મૂંઝવણ.
આવજે જરૂર જ
પણ
ભર્યા હૃદયે
પ્રફુલ્લિત, મુક્ત મને
.. મારી કને..
—
- અછાંદસ
- Comments(4)
બાલ્યસ્વરુપે આવુ તો જ આ બધુ શક્ય બને…….બાકિ સંસાર મા ઝંપલાવી દીધા પછિ આ વરગણો તો સાથે જ રહેવાની ……..
દેવદાસની કથા જેવી કલાત્મકતાથી કહેવાયેલી/કે ન કહેવાયેલી વાત હળુહળુ વેદના સાથે ખૂલે અને ….પમાય આ કાવ્ય.
Very very good.
ખુબ ખુબ સુન્દર
heart touching