કેમ સૂઝતું હશે?
પન્ના નાયક November 17th, 2010
ઋતુઋતુના સ્વભાવથી પરિચિત
દાયકાઓ જૂનું વૃક્ષ
મજબૂત અડીખમ.
ક્યારેક
હસતો હસતો
પવન આવે
ડાળીઓ હલાવે
પાંદડાને હસાવે.
ક્યારેક
વરસાદ આવે
મૂળિયાંને જોઈતું સીંચણ દે
પાંદડાંને લીલાંછમ કરી દે.
પણ
એ જ પવન
એ જ વરસાદ
ક્યારેક મસલત કરે
તુંડમિજાજી વાવાઝોડું બને
ને
એ જ અડીખમ વૃક્ષને
હચમચાવે
અને
મૂળસોતું ઊખેડી દે.
અરે,
પવન અને વરસાદને
ક્યારેક
આવું કેમ સૂઝતું હશે?
—
- અછાંદસ
- Comments(3)
જડ ચેતન મા ક્યાય અમરપણુ લખાયુ નથી.જેમ જન્મ સાથે મરણ અનુબંધ તેવી જ રિતે પ્રકુતિ નો વિનાશ ચોક્ક્સ સર્જિત છે……
સૃષ્ટિ વાત, પિત્ત અને કફની બનેલી છે. અહીં વાતાધિક્યથી ઉદભવતું પ્રાકૃતિક અપલખણાપણું સુપેરે ઝિલાયું છે. એક સચોટ અને શાશ્વત ઘટનાનું અનુત્તર પૃથક્કરણ….
કરી લઈએ થોડી મજા યાદો માં ને જીવ લઈએ ચાલને યાદોમાં…..
કાચના મોતીડે મઢેલી મટુકી,
ઝાકળબિંદુના સ્પર્શે ભીંજાતી પાની,
ઈન્દ્રધનુ જેવી લચકાય કમર,
નેપાયલના રણકારે ગુંજે હવાની લહેર,
નવરત્ન ચુંદડીએ ઢાંકીને પાપણ,
ગાગર પર બેડલુ ને એની પર મટુકી,
મીઠા મધુર સાદે પોકારે સખીને,
ઢળેલી આંખે ધાયલ કરે મરદોને,
ખુલ્લી આંખે ભાળે મસ્તીભર્યા સ્વપ્ના,
નજર મળે તો થાય શરમથી પાણી-પાણી
રેખા શુકલ (શિકાગો)