સતી
પન્ના નાયક January 12th, 2012
પતિને પરમેશ્વર માનનારી
હું સતી સ્ત્રી નથી.
અને એટલે જ
પતિના અવસાન પછી
રદ થઈ ગયેલા અસ્તિત્વમાં
મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ
શેષ આયુષ્ય વીતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.
હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!
—
- અછાંદસ
- Comments(3)
ખુબ જ સુન્દર રચના..!!
સરસ
પન્નાબેન,
સરસ રચના. આજના ભારતીય સમાજમા દરેક સ્ત્રીએ અને પુરુષે આવી ભાવના રાખવી જોઈએ. સ્ત્રીઓ એ ખાસ.