સપનાં

June 9th, 2012

સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!

2 Responses to “સપનાં”

  1. Pradeepon 14 Jun 2012 at 7:25 am

    સેલ એ હવે ખરીદીનો પર્યાય બની ગયો છે. હમણા એક રવિવારે કાઠીયાવાડના અંતરીયાળ ગામડે જવાનુ થયું. અને મેં ત્યાં શું જોયું? “હાટ”. ગામમાં દર અઠવાડીયે આવતુ બજાર ભરાણું હતુ. બધામાં “હટાણું” એ જવાનો ઉમંગ હતો. ના કોઇ Discount કે ના કોઇ Offer છતા બધા ખુશ હતા, રાજી હતા અને થેલા ભરીને ખરીદી ચાલુ હતી!

  2. perpotoon 13 Aug 2012 at 6:24 pm

    ૧૭ અક્ષર -અભિનંદન

    ઉગે આકાશ

    વેહ્લિ સવારે ફુલે

    ઝાંકળ ભીના

Trackback URI | Comments RSS

Leave a Reply