હોમસિકનેસ
પન્ના નાયક April 29th, 2009
મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.
હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?
—
સીડનીમાં અઢી દાયકા થયાં છતાં શ્રાવણનાં સરવડાં અને વૈશાખી વાયરા હજી મીસ કરું છું. પન્નાબેન તમારી કવિતાએ આંખના ખૂણા ભીના કર્યા. કવિતા સઈટ પર મૂકવા બદલ આભાર!
પન્નાજી,સત્તર સત્તર વરસ ના વ્હાણા આ અમેરિકા માં ગાળ્યા પછી મારો ભારત પ્રેમ અકબન્ધ છે.તમારી કથની વાચી મન વિચાર કરતું થયુ તમારી વાત માં માલ છે.સાચેજ આવી રીતે નિખાલસ કબુલાત કરવામાં જે મનની મક્કમતા જોઈએ તે તમારામાં ઠાંસી ઠાંસી ને ભરી પડેલી છે.
આપણી સલામ તમને….
લયસ્તરો પર ધવલભાઈએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું એમ, ‘અહીં વરસાદ તો બહુ છે, પણ ચોમાસું નથી.’
સુંદર અભિવ્યક્તિ… અને સાવ સાચી !
કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ વતનથી દૂર થનાર દરેક જણને આ હોમસિકનેસ ઓછેવત્તે અંશે લાગતી જ હોય છે…! ‘એક પગ દુધમાં અને એક પગ દહીંમાં’ જેવી દશા મોટાભાગનાં લોકોની થતી જ હશે. અને એ વાત, વતનથી કદી દૂર ન જનાર વ્યક્તિ ક્યારેય નહીં સમજી શકે…!
આમ તો , મને વીઝા મળે તો પણ ત્યાં આવવાની ઈચ્છા જ ન થાય એવું પણ બને ……. !!
hi, i have been here in U.S. for 9 years and every passing day makes me believe very strongly that i don’t belong here. i totally loved this poem. believe me… if atall it was in my controll i would take the first flight back home !! thanks a lot for this poem.
regards,
ashani
શુખ નિ શોધ મા વ્હાલિ દિકરિ ને પરદેશ વળાવિ ;પણ જિયારે જિયારે તેનિ આખોમા સુન્યાતા ના ભાવ જોઉ છુ તિયારે તિયારે પચિસ વર્શ ના વહાણા વિત્યા તોય હય્દય વલોવાય જાય છે……
મારું ઘર ક્યાં?
સપના