હાઇકુ
પન્ના નાયક September 21st, 2009
૧.
અમાસ રાતે
ચંદ્ર શોધવા, મળી
તારાની ઠઠ
૨.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
૩.
ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
૪.
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
૫.
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?
- હાઈકુ
- Comments(2)
બીજુ અને ત્રીજુ હાઈકુ ઘણાં ગમ્યાં. ભાવસભર, સમ્વેદનસભર માહોલ માત્ર 17 શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે.
શબ્દો ના હોત તો ,દુનિયા હોત નિસ્તબ્ધ્…..