બધી વાત
પન્ના નાયક September 23rd, 2009
મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
—
પન્ના નાયક September 23rd, 2009
મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
—
ઉકેલિ શકો તો ઉકેલિ લેજો કે સબ્દો ના એકે એક પુશ્પ ગુછમા વેદનાનિ સુગંધ ભળિ છે…….
શબ્દોથી પર કેટલું બધું છે આ જગતમાં- માત્ર અનુભવવાનું. શબ્દો તો માત્ર સહારો છે ક્ષણિક આવેગોને ટપકાવવાનો. બાકી બધું અંદર જ અંદર !
બધી જ કવિતા ખૂબ ગમી પન્નાબેન. બ્લોગ પર મૂકવા બદલ આભાર.