એરિયલ ટોચ પર

September 28th, 2009

ગાડીના કાચ પર ઝીણા ઝીણા પડે છાંટા.
વરસાદની પાતળી ધારા વીંધી
રેડિયોના એરિયલ પર
આવીને બેસી ગયું એક પતંગિયું.
મેં એને જોયા જ કર્યું
અને
એની સ્મૃતિને લઇ
ગાડી હાંકી મેં ઘર તરફ.

એરિયલ ટોચ પર
બેઠેલું પતંગિયું એ જ તે
મારા ટેબલ પરનો પત્ર.

એના રંગ રમે છે મારી આંખોમાં…

—–

One Response to “એરિયલ ટોચ પર”

  1. kanchankumari parmaron 01 Oct 2009 at 4:53 am

    છેડ્શો ના કોઇ એને કે શ્બ્દો મારા બનિ પતંગિયા આવિયા છે આજ મારા આંગણે; કરસો ના કોઇ અડપલુ કે ઉડિ જશે માંડ આવિયા છે આજ મારા આગણે….

Trackback URI | Comments RSS

Leave a Reply