પાંદડી વાયરાને વળગી શું કામ ? (જન્મદિવસની શુભેચ્છાઓ)
ઊર્મિ December 28th, 2009
આજના દિવસે એમનાં ‘વિદેશીની‘ આલ્બમમાં સ્વરબદ્ધ થયેલા અને મને ખૂબ જ પ્રિય એવાં આ ગીતથી પ્રિય પન્નાઆંટીને સૌ વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… (એમની જ વેબસાઈટ પર, એમને માટે આ સરપ્રાઈઝ !) 🙂
Happy Birthday, Dear Panna aunty…!
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
-પન્ના નાયક
સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
થોડા દિવસો પહેલા લયસ્તરો પર યાદગાર ગીતોની શ્રેણીમાં ધવલભાઈ આ ગીતની પસંદગી કરી હતી… જ્યાં એમણે આ ગીતનો ટૂંકમાં ખૂબ જ સુંદર આસ્વાદ કરાવ્યો હતો: આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.
જન્મદિવસની શુભેચ્છાઓ:
ગાગરમાં સાગર પર…
ટહુકો પર…
જ્ન્મદિવસ્ની શુભે્ચ્છાઓ..પાંદડી મોહી તી વાયરા પર એટલે તો વળગી …આ અનાદી કાળથી ચાલતુ બંધન.. અળગી અને સળગી રડતી..ભાવવાહી રચના..
સપના
પાંદડીના રૂપકથી જીવનની કહાણીની અદભુત રજુઆત. વિશેષતઃ એક નારીના જીવનની અને તેય પોતાનો દેશ, પોતાની ડાળીથી વિખૂટી પડી હોય, એની વ્યથાને ધાર આપતું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. વારંવાર સાંભળવું ગમે તેવું.
જન્મદિનની ઘણી ઘણી શુભેચ્છાઓ.
મોહ માયા થિ અળગા થિયે તોજ ક્ંઇ પામિયે…..બાકિ અસાર સ્ંસાર ને વળગિ વળગિ ને ચાલવા મા કાય સાર નથિ…..
આપ નિ વિદેશિ નિ ન બધજ ગિતિ બહુ જ સુન્દર ચે
આપની આ રચના આશિષ ચૌધરીના બ્લોગ પર કોઈના નામ વગર રજુ થઈ છે!!!
http://chash27.wordpress.com/2010/03/05/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%95/