એકમેકને પ્રેમ કરીએ ત્યારે..
પન્ના નાયક January 8th, 2010
આપણે
એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે
પરિવર્તનશીલ જગતમાં
આપણે લીધે
નવું કશું બનતું નથી.
માત્ર
ધુમ્મસિયું પ્રભાત સ્વચ્છ બને છે,
વાદળાં ખસી જઈ
આકાશી નીલિમાને પ્રગટ કરે છે,
બંધ કળીઓનો
માદક પુષ્પોમાં ઉઘાડ થાય છે,
અને
પતંગિયાં
ઠેર ઠેર
આપણી વાતોનો
રંગબેરંગી આસવ ઢોળે છે.
બસ, એટલું જ!
—
ના, ત્યારે નહી હોય કશુંયે વિચારવા નો અવકાશ……જગત આખુ એ થંભિ ગયુ હશે.