દગો

January 10th, 2010

રસ્તે ચાલતાં
પથ્થરની
ઠોકર લાગે
સમતોલપણું ગુમાવાય
ગોઠીમડું ખાઈ ગબડી પડાય
ખાસ્સું વાગે
લોહી નીકળે
વેદના થાય-
આ બધું તો
સમજી શકાય
પણ
તાજા ઘાસની જાજમ
દગો દે તો?

5 Responses to “દગો”

  1. kanchankumari parmaron 11 Jan 2010 at 7:13 pm

    દગો એટલે દગો પછિ ભલે હોય નાનો કે મોટો…..દગો કોઇ નો સગો નહિ….

  2. Pancham Shuklaon 15 Jan 2010 at 1:47 pm

    એટલું આશ્વાસન રહે કે આ તાજા ઘાસની જાજમ પર બરફ ન્હોતો ! અત્યારના હવામાન સંદર્ભે…….

  3. Nanditaon 18 Jan 2010 at 1:01 am

    પન્નાબેન ,

    એકદમ સાચ્ચુ ને સરસ !

  4. Bhartion 02 Feb 2010 at 5:17 pm

    Panna Ben

    so true keep on doing.

  5. "માનવ"on 19 Feb 2010 at 1:13 pm

    પન્ના દીદી,

    આપે લખતાં તો લખી દીધું

    પણ દીલની આરપાર નીકળી ગયું.

    “માનવ”

Trackback URI | Comments RSS

Leave a Reply