પતંગિયું

February 3rd, 2010

પતંગિયું
હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી
ઊતરે છે
એકાકી ફૂલના દ્વીપ પર
ને
સ્પર્શ થયો ન થયો
ત્યાં તો
ઊડી જાય છે.

જાણે..
કાવ્યનું જ્ન્મ પામતાં પામતાં જ
અદ્દશ્ય થઈ જવું..

2 Responses to “પતંગિયું”

  1. Faruque Ghanchion 24 Feb 2010 at 8:42 pm

    સુંદર રુપકથી ઉઘડતું સુંદર કાવ્ય…જન્મ પામતાં પહેલાં કેટલાં કાવ્યો અદ્રશ્ય થતાં હશે?

  2. યશવંત ઠક્કરon 08 May 2010 at 5:16 am

    સુંદર. સાચું કહ્યું કે:
    જાણે ..
    કાવ્યનું જન્મ પામતાં પામતાં જ
    અદૃશ્ય થઈ જવું..

Trackback URI | Comments RSS

Leave a Reply