સમૃદ્ધિ
પન્ના નાયક January 24th, 2010
ઘરને
ખૂણેખાંચરેથી
ને
બગીચામાંથીય
ભેગા થયેલા કચરાને
ગાર્બેજ બેગમાં ભરી
દોરી બાંધી
રાતે બહાર મૂક્યો હતો
સવારે આવતી
ગાર્બેજ ટ્રક માટે.
ત્યાંની ત્યાં જ પડેલી
બેગોને
સવારે ફંફોસતો હતો
એ નહોતો
આંખો ચુકાવતો ઉંદર
કે
શેરીનો કોઈ રખડતો કૂતરો-
એ તો હતો
કશુંક બબડતો જતો
કોઈ ચીંથરેહાલ માણસ
મારી જેમ જ વસતો
અહીં
સમૃદ્ધ અમેરિકામાં..
—
દેશ હોય કે પછિ પરદેશ ….માણશ નિ દશા લગભગ બ ધે જ સરખિ.
સમૃદ્ધિની કહેવાતી વ્યાખ્યાનો દાયરો આંકી આપતી સચોટ રચના.
i have seen the same sight but i could have never explained it so beautifully.. hats off to you.. વિદેશિની