દુઃખ-સુખ
પન્ના નાયક May 6th, 2010
આપણું દુઃખ
એટલે
એક ઓરડો
જેમાં ઓતપ્રોત થઈ
દીવાલોને વળગી વળગી
આપણી જ ફૂટપટ્ટીથી
એને માપ્યા કરતાં આપણે..
ને
સુખ એટલે
એ જ ઓરડાની બહાર
પગ દેતાં
ભુલાઈ ગયેલાં
એનાં બધાં જ measurements
અને
બધાં જ dimensions!
—
ભુલાઈ ગયેલાં
એનાં બધાં જ measurements
અને
બધાં જ dimensions!
ખાસ કરીને કોઈ કારણસર ડિવોર્સ લઈને અન્યત્ર જોડાતી યુવતીના ભૂતકાળના ખાંખાખોળા કરવાના બદલે તેના પગલાને નવા પરિમાણોથી બિરદાવવું યોગ્ય જ છે. વયસ્ક મહિલાઓ અથવા તો નિવૃતિના આરે પહોંચેલી વિધવા અથવા એકલવાયું જીવન ગાળતી સ્ત્રીઓને પણ પાછલી જિંદગીમાં રાહતનો શ્વાસ લેવાનો હક ખરો કે નહીં? ખરો જ વળી, તેમાંય જ્યારે સ્ત્રી એકલવાયું કે પતિવિહોણું જીવન ગાળતી હોય ત્યારે તો ખાસ. એક તબક્કે મન શારિરીક નહીં પણ માનસિક સધિયારો ઝંખે છે ત્યારે મોટી ઉંમરે બીજા લગ્ન કરતી પ્રૌઢા તરફ સૂગાળવા થવાને બદલે કે નાકનું ટીચકું ચડાવવાને બદલે સ્વસ્થતાભર્યો અભિગમ કેળવીને વિચારતા આપણી જ ફૂટપટ્ટીથી છોડી measurements અને બધાં જ dimensions બદલવા જ રહ્યા
પન્નાબેન,
આજે તમારિ રચનાઓ વાચિ ખરેખર
બહુજ સુન્દર છે.
સરસ રજૂઆત.
સુખ દુ;ખ ને સિમાડા જ ક્યા છે? જિવન મા હર પળ મન ના કારણ થિ દુ;ખ અને સુખ મા વિતે છે.આપણે નથિ માપિ સકતા કે જોઈ સકતા.
આ એક નવા dimensions અને Measurements આપતી કવિતા છે.