પ્રિયકાન્તને..
????? ???? July 29th, 2010
મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?
—
અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..
બહુ ઓછા શબ્દોમાં મૃત્યુ પરત્વેની સમ્વેદનશીલતા…
આવન જાવન નિ રમત કોણે માંડિ હશે?આવતા યે આંસુ અને જાતા યે આંસુ ,આ તે કેવિ શરત રાખિ હશે!
સુંદર મજાનું સ્મૃતિ કાવ્ય…
ઓછા શબ્દોમાં સ-રસ અભિવ્યક્તિ… આટલા વરસો પછી પણ એમની સ્મૃતિ કવિઓને કાવ્ય લખવા મજબૂર કરે એ જ એમની ખરી ઉપલબ્ધિ!!!
ઉમાશંકરે એમની યાદમાં લખેલું એક હાઈકુ યાદ આવ્યું:
લોહીવ્હેણમાં
ઊછળે નાયગરા,
કીકીમાં કાવ્ય!