હજીય ચચરે છે
પન્ના નાયક November 14th, 2010
પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધૂમાડો
જેજનો દૂરથી આવીને
હજીય ચચરે છે
મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે
ઊનાં ઊનાં પાણી
—
પન્નાઃ એક સમદુઃખિયા તરીકે, એ ઊનાં પાણી ઓછા પડે તો ધીરવા તૈયાર છું. પણ એ ભેટ નહીં, માત્ર લોન જ! … માની યાદના એવાજ સતત ચચરાટમાં લખાયેલી, મારી બે પંક્તિઓ યાદ આવી ગઈઃ
ચિતા ઠરે વર્ષો થયાં પણ મા દેખાય છે ચારે તરફ્
મુકાબલો હોય જો મંજૂર તો ઈશ્વર એવો આવિષ્કાર દે …
કયા બાત હે……..
એને ઓલવવા
ઊભરાયાં કરે છે
ઊનાં ઊનાં પાણી …
ખુબ સરસ … રૂપક ગમી ગયું.