ઋણાનુબંધ
????? ???? February 10th, 2015
ઋણાનુબંધ
તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક-
એ વાતને સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃકત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!
—
તમારા કાવ્યો હ્રદય્ ને સ્પર્શી ગયા.